Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

તેલંગાણા વિધાનસભા ભંગ : રાજકીય ગરમાવો

મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનો મોટો દાવ : કેબીનેટમાં ધારાસભા ભંગ કરવાનો ઠરાવ : મુખ્યમંત્રી સાંજે રાજીનામુ આપી દેશે

હૈદરાબાદ તા. ૬ : તેલંગાણા વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવ રાજય કેબિનેટે પાસ કરી દીધો છે. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ થઈ ગયો. ત્યારબાદ રાજયમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. હાલની તેલંગાણા સરકારનો કાર્યકાળ ૨ જૂન ૨૦૧૯ સુધીનો હતો.

તેલંગાણા વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવને રાજયપાલ ઇએસએલ નરસિમ્હાએ મંજૂરી આપી દીધી છે. સાથે જ તેઓએ કે. ચંદ્રશેખર રાવને ભલામણ કરીને પૂછ્યું છે કે શું તેઓ નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી રાજયની જવાબદારી સંભાળશે? આ પહેલાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વિધાનસભા ભંઘના પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરાયો હતો. હાલની તેલંગાણા સરકારનો કાર્યકાળ ૨ જૂન ૨૦૧૯ સુધીનો હતો. પરંતુ 'લોકપ્રિયતા'ના રથ પર સવાર સીએમ ચંદ્રશેખર રાવે સમયથી પહેલા ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે. કેબિનેટના નિર્ણય બાદ સીએમ ચંદ્રશેખરે રાજયપાલ ઈએસએલ નરસિમ્હા સાથે મુલાકાત કરી અને તેમને કેબિનેટના ચુકાદાથી માહિતગાર કર્યા હતા. રાવ લોકસભા ચૂંટણીની સાથે રાજયની વિધાનસભા ચૂંટણીના પક્ષમાં નથી. તેઓ આ વર્ષના અંતમાં થનારી ૪ રાજયોની વિધાનસભા ચૂંટણીની સાથે જ તેલંગાણામાં ચૂંટણી કરાવવા ઈચ્છે છે.

રાવે આજે કેબિનેટ બેઠક બોલાવી હતી. બેઠકમાં નક્કી કરેલાં સમયની પહેલાં વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ પહેલાં રવિવારે તેલંગાણા રાજયની ચોથી વર્ષગાંઠ પર સત્તારૂઢ પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)એ રંગારેડ્ડી જિલ્લામાં જનસભા કરી હતી. ત્યારે એવી ધારણા હતી કે આ જનસભામાં રાવ સરકાર ભંગ કરવાની જાહેરાત કરી શકે છે. પરંતુ રાવે સભામાં કહ્યું હતું કે મીડિયા રિપોટ્સમાં વિધાનસભા ભંગ કરવાના નિર્ણયની વાતો કરવામાં આવી રહી છે. તેઓએ કહ્યું હતું કે, 'રાજયના ભવિષ્ય પર નિર્ણય લેવાની જવાબદારી મારા સાથીઓએ મારા પર છોડી છે. હું તેના માટે પોતાને ભાગ્યશાળી માનુ છું. જયારે પણ આ અંગે નિર્ણય લઈશ તો તમને જરૂર જણાવીશ.'

પરંતુ 'લોકપ્રિયતા'ના રથ પર સવાર સીએમ ચંદ્રશેખર રાવે સમયથી પહેલા ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે. હાલ તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ની સરકાર છે. કેબિનેટના નિર્ણય બાદ સીએમ ચંદ્રશેખરે રાજયપાલ ઈએસએલ નરસિમ્હા સાથે મુલાકાત કરી અને તેમને કેબિનેટના ચુકાદાથી માહિતગાર કર્યા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભાજપ અધ્યક્ષ અમિત શાહે હાલમાં જ પોતાની પાર્ટીના નેતાઓ સાથે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજવાની વાત કહી હતી. તેઓએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે નિયત સમય પહેલા ચૂંટણી માટે તૈયાર રહેવા માટે પણ કહ્યું હતું.

(3:50 pm IST)