Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રૂપિયામાં ફરી કડાકોઃ ડોલર સામે ૭૨ને પાર

રૂપિયો તૂટયો તેમાં આર્થિક સંકટ અને ગ્લોબલ સંકેતો મુખ્ય કારણભૂત : ૦.૪૩ ટકા રૂપિયો તૂટી ૭૨.૦૬૫૦એ પહોંચી ગયો

નવી દિલ્હી તા. ૬ : ડોલરના મુકાબલે રૂપીયો સતત નીચલી સપાટીએ જોવા મળ્યો છે. ડોલરની સરખામણીએ રૂપીયાની કિંમત ૭રને પાર પહોંચી ગઇ છે. આ ઘટાડાના કારણે આર્થિક એકટ અને નબળા ગ્લોબલ સંકેતોને માનવામાં આવી રહયા છે. વિદેશી વિનીમય બજારમાં શરૂઆતી કારોબારમાં ૯ પૈસા મજબુુતીની સાથે ૭૧.૬૬ પ્રતિ ડોલર પર ખુલ્યો. પરંતુ બપોર સુધીમાં ૦.૪ ટકા ઘટીને ૭.૦૬પ૦ સ્તર સુધી પહોંચી ગયો છે.

આ પ્રથમવાર છે કે જયારે રૂપીયો ડોલરના સરખામણીએ આટલા મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહયો છે. આ પહેલા ગઇકાલે શરૂઆતી કારોબારમાં સુધારાના લક્ષણ જોવા મળ્યા બાદ રૂપીયામાં સારા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો.

ડોલરના મુકાબલે તે રદ પૈસા તુટી ને ૭૧.૭૯ પર પહોંચી ગયો. મંગળવારે ડોલરના મુકાબલે રૂપીય ૩૭ પૈસા તુટીને ૭૧.પ૮ પર બંધ થયો હતો. જેવી રીતે વૈશ્વીક મંદી જોવા મળી રહી છે. એવામાં વિશેષજ્ઞ પહેલેથી જ શકયતા વ્યકત કરી ચુકયા છે કે રૂપીયો ૭૦ની સપાટી વટાવી ચુકયો છે.

અગાઉ રૂપીયામાં આ ઘટાડો ૧૯ જુલાઇએ જોવા મળ્યો હતો. આ દરમ્યાન રૂપીયાએ ૬૯નો આંકડો પાર કરી લીધો હતો. ડોલરની ડિમાન્ડ વધતા અને ક્રુડ ઓઇલની કિંમતોએ રૂપીયાને નબળો બનાવી દીધો હતો. ૬૯ સપાટી એક દિવસ પહેલા રૂપીયાએ ૧૯ પૈસાના ઘટાડાના સાથે કારોબારની શરૂઆત કરી હતી.

રૂપીયામાં મુલ્યમાં થઇ રહેલા ઘટાડાના કારણે સરકારની સખ્ત ટીકા થઇ રહી છે.

રેકોર્ડ લો લેવલે પણ ટ્રેડરો અને અન્ય માર્કેટ પાર્ટિસિપન્ટસ રૂપિયામાં મંદીની પોઝીશન ઉભી કરતા ખચકાતા નથી. બ્લૂમબર્ગ ઈન્ડેકસના કરન્સી ડેટા અનુસાર ડોલર સામે રૂપિયામાં ભારે મંદીના એંધાણ જોવા મળી રહ્યાં છે. ડોલર-રૂપિયો શોર્ટ પોઝીશન પાંચ વર્ષની ટોચે પહોંચી છે, જેનો સામાન્ય અર્થ થાય છે કે ડોલરની સામે રૂપિયામાં મંદી જોવા મળશે તેવું માનનાર વર્ગની સંખ્યા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. પાંચ વર્ષમાં સૌથી વધુ બેરિશ કોન્ટ્રાકટ આજના સેશનમાં જોવા મળ્યાં હતા.

(3:48 pm IST)