Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

હિન્દુ ધર્મ અંગે ગેરસમજ ફેલાવનાર ૩ પાદરી અને ૨૬૯ અનુયાયી સામે FIR

હિન્દુઓને ચર્ચમાં આકર્ષીને નશાની પ્રતિબંધિત દવા પીવડાવી ધર્મ પરિવર્તન થાય છેઃ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનું મહત્વનું પગલું: હિન્દુ ધર્મ અંગે ખોટો પ્રચાર કરીને ધર્મ પરિવર્તનનો પ્રયાસ થતો હતોઃ હિન્દુ જાગરણ મંચ-મેદાનમાં

લખનોૈ તા.૬: ઉત્તર પ્રદેશમાં ગજબની ઘટના બની છે. હિન્દુ ધર્મ અંગે ગેરસમજ ફેલાવીને ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરનાર ૩ પાદરીઓ અને ૨૬૯ અનુયાયીઓ સામે એફઆઇઆર થઇ છે. યોગી શાસનમાં આ ઘટનાને મહત્વની હિલચાલ દર્શાવવામાં આવે છે.

વિગત એવી છે કે, હિન્દુ જાગરણ મંચના બ્રિજેશસિંહે કોર્ટમાં અરજી કરી હતી કે, જૈનપુર, આજમગઢ, વારાણસી અને ગાજીપુર જિલ્લામાં ચર્ચમાં પ્રત્યેક રવિવાર અને મંગળવારે હિન્દુઓને ચર્ચમાં આકર્ષીને હિન્દુ ધર્મ અંગે ખોટી બાબતો સમજાવવામાં આવે છે. શ્રોતાઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે કહેવામાં આવે છે. ચર્ચમાં પુજા બાદ નશાની પ્રતિબંધિત દવા આપવામાં આવે છે. અને ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવે છે. આ મામલે કોર્ટે એફઆઇઆર દાખલ કરવા આદેશ આપ્યો છે.(૧.૬૬)

 

(11:47 am IST)