Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

નીતિશ કુમારની પાર્ટીના RCP સિંહની મુશ્કેલીઓ વધી : પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જ ગંભીર આરોપ લગાવ્યો

9 વર્ષમાં 58 પ્લોટ ખરીદવાનો ગંભીર આરોપ લગાવી ખુદ JDU નેતાઓએ જ ભાંડો ફોડ્યો ! : પ્રદેશ અધ્યક્ષે નોટિસ જાહેર કરી

પટના તા.06 : જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા RCP સિંહની મુશ્કેલીઓમાં વધારો થયો છે. RCP સિંહને તેની  જ પાર્ટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અને તેમના પર તેમની પાર્ટીના દિગ્ગજો દ્વારા આક્ષેપ મૂકયો છે કે, તેમણે 9 વર્ષમાં 58 પ્લોટ ખરીદ્યા છે. ઉલ્લેખનીય છે કે, RCP સિંહે ગયા મહિને જ રાજ્યસભાની સદસ્યતા સમાપ્ત થયા બાદ કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ તમામની વચ્ચે આરસીપી સિંહ વિરુદ્ધ કાર્યવાહીને લઈને ફરીથી એક વાર માહોલ ગરમાઈ ગયો છે. RCP સિંહ પર કાર્યવાહીના આધારે તેમની સંપત્તિ બનાવી છે. RCP સિંહ પર 9 વર્ષમાં 58 પ્લોટ ખરીદવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ આરોપ ખુદ JDU નેતાઓએ લગાવ્યો છે અને પ્રદેશ અધ્યક્ષે નોટિસ જાહેર કરી આરસીપી સિંહને આ અનિયમિતતા પર જવાબ આપવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સંપત્તિનું વિવરણ જેડીયૂના જ નેતાઓએ એકઠા કર્યા હતા. રિપોર્ટ અનુસાર મોટા ભાગની જમીનો આરસીપી સિંહની પત્ની ગિરજા સિંહ અને બંને દિકરીઓ લિપિ સિંહ, લતા સિંહના નામ પર છે. આરોપ છે કે, આરસીપી સિંહે 2016માં પોતાની ચૂંટણી એફિડેવિટમાં આ સંપત્તિઓનો ઉલ્લેખ કર્યો નથી.

જેડીયૂ નેતાઓના રિપોર્ટ અનુસાર આરસીપી સિંહ અને તેમના ઘરવાળાઓ 2013થી અત્યાર સુધીમાં નાલંદામાં અસ્થાવા અને ઈસ્લામપુર બ્લોકમાં લગભગ 40 વીધા જમીન ખરીદી છે. આ રિપોર્ટમાં અન્ય કેટલાય જિલ્લામાં પણ સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યો છે.

જેડીયુ નેતા તરફથી આ કાર્યવાહીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સીએમ નીતિશ કુમારની ઝીરો ટોલરેન્સની નીતિ માનવામા આવી રહ્યું છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, માનવામાં આવે છે કે, પોતાની જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુકેલા કોઈ નેતા વિરુદ્ધ તપાસ કરીને તેમની સામે સવાલ જવાબ કરનારી દેશની કદાચ પ્રથમ પાર્ટી છે.

(8:01 pm IST)