Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

દેશના નવા ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ : જગદીપ ધનખડ અને માર્ગારેટ અલ્વા વચ્ચે મુકાબલો

મોડી સાંજ સુધી ચૂંટણી અધિકારી દ્વારા દેશના નવા ઉપ રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરાશે

દેશના નવા ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઉપ રાષ્ટ્રપતિની રેસમાં એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ અલ્વા સામેલ છે. આંકડાના હિસાબથી જોવા જઇએ તો પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ધનખડની જીત નિશ્ચિત લાગી રહી છે. 80 વર્ષીય અલ્વા કોંગ્રેસના સીનિયર નેતા છે અને તે રાજસ્થાનના રાજ્યપાલના રૂપમાં પણ કામ કરી ચુક્યા છે. ધનખડ 71 વર્ષના છે અને તે રાજસ્થાનના પ્રભાવશાળી જાટ સમુદાયમાંથી આવે છે

સંસદ ભવનમાં મતદાન સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે, તેના તુરંત બાદ મતની ગણતરી કરવામાં આવશે અને મોડી સાંજ સુધી ચૂંટણી અધિકારી દ્વારા દેશના નવા ઉપ રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશ એ. નવા ઉપ રાષ્ટ્રપતિ 11 ઓગસ્ટે શપથ લેશે.

મહત્વપૂર્ણ છે કે ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્ય ચૂંટણીના નિર્વાચક મંડળમાં સામેલ થાય છે, જેમાં મનોનીત સભ્ય પણ મતદાન કરવાને પાત્ર હોય છે. સંસદમાં સભ્યૌોની વર્તમાન સંખ્યા 788 છે અને બીજી તરફ ચૂંટણી જીત માટે 390થી વધારે મતની જરૂરત હોય છે.

લોકસભામાં ભાજપના કુલ 303 સાંસદ છે તો NDAના લોકસભામાં કુલ 336 સભ્ય છે. બીજી તરફ રાજ્યસભામાં ભાજપના 91 (4 નૉમિનેટેડ સહિત) સભ્ય છે અને એનડીએના કુલ 109 સભ્ય છે, એવામાં હવે એનડીએ પાસે બન્ને સદનમાં કુલ 445 સભ્ય છે

(2:26 pm IST)