Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં માયાવતીએ જગદીપ ધનખડને સમર્થન જાહેર કર્યું : માયાવતીએ અશોક ગેહલોતને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો

અશોક ગેહલોતે BSPનાં 6 ધારાસભ્યોને કોંગ્રેસમાં ભેળવી દીધાની વાતનો ખાર રાખી મમતા આવું કરી રહ્યા હોવાનો આરોપ મુકાયો

લખનૌ તા.05 : ઉપરાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણી માટે બસપાએ પોતાના પત્તા ખોલી દીધા છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ એલાન કર્યું છે કે, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં NDA ઉમેદવાર જગદીપ ઘનખડને બસપા સમર્થન કરશે. માયાવતીએ ટ્વિટ કરીને ખુદ તેના વિશે જાણકારી આપી છે.

અશોક ગેહલોતે તેમના ગત કાર્યકાળમાં બહુજન સમાજ પાર્ટીના 6 ધારાસભ્યોને કોંગ્રેસમાં ભેળવી દીધા હતા. આ ઘટનાને યાદ રાખીને માયાવતીએ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સેક્યુલર મતોને નુકસાન પહોંચાડવા માટે માયાવતીએ ધનખડને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

ધનખડ જાટ સમુદાયમાંથી આવે છે. આથી તેમને સમર્થન આપીને માયાવતી કોંગ્રેસના જાટ મતો આંચકી લેવાની ગણતરી રાખી રહ્યા છે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ ભાજપના સમર્થનમાં કામ કરી સેક્યુલર મતોનું વિભાજન કરવાની ભૂમિકા ભજવી રહ્યા છે.

(10:55 pm IST)