Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જો બિડેને પીએમ ઇમરાનનું ખુલ્લેઆમ અપમાન : કર્યું :ટેલિફોન પર વાત કરવા અનિચ્છા વ્યક્ત કરી

પાકિસ્તાને કહ્યું - જો અમેરિકાનાં નેતાઓ દેશના નેતૃત્વની અવગણના કરતા રહેશે, તો ઈસ્લામાબાદ પાસે પણ અન્ય વિકલ્પો

નવી દિલ્હી :  અમેરિકાનાં પ્રમુખ જો બિડેને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન સાથે ટેલિફોન પર વાત કરવાની અનિચ્છા વ્યક્ત કરી તેથી નારાજ પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે કહ્યું છે કે જો અમેરિકાનાં નેતાઓ દેશના નેતૃત્વની અવગણના કરતા રહેશે, તો ઈસ્લામાબાદ પાસે પણ અન્ય વિકલ્પો છે.

ડોન અખબાર અનુસાર, યુસુફે ધ ફાઇનાન્સિયલ ટાઇમ્સ ઓફ લંડનને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, અમેરિકાના પ્રમુખએ એવા મહત્વના દેશના વડા પ્રધાન સાથે વાત કરી નથી, જે દેશ અંગે અમેરિકા પોતે કહે છે કે અફઘાનિસ્તાન સહિત કેટલીક બાબતોમાં તે ખૂબ મહત્વનું છે. મહત્વપૂર્ણ. અમે આ સંકેતને સમજી શકતા નથી.

"અમને દર વખતે કહેવામાં આવ્યું હતું કે ... (ફોન પર) વાત થશે, પછી ભલે તે તકનીકી કારણો હોય કે ગમે તે હોય. પરંતુ સ્પષ્ટપણે, લોકો તેને માનતા નથી. જો કે, તેમણે વિકલ્પો વિશે સ્પષ્ટપણે કાંઇ જણાવ્યું નથી. તેમણે કહ્યું કે "જો ફોન કોલ એક મહેરબાની છે, જો સુરક્ષા સંબંધો પણ મહેરબાનની જ બાબત છે, તો આવી સ્થિતીમાં પાકિસ્તાન પાસે પણ અન્ય વિકલ્પો છે."

પરંતુ મંગળવારે ધ ફાઇનાન્સિયલ ટાઇમ્સે રિપોર્ટ આપ્યો છે તેમ, યુસુફે પ્રમુખ બિડેન દ્વારા વડાપ્રધાન ખાનનો સંપર્ક ન કરવાની ફરિયાદ કરી હતી. મહત્વનું છે કે, અમેરિકાએ તાલિબાનને અફઘાનિસ્તાન પર કબજો કરતા રોકવા માટે પાકિસ્તાન પાસે મદદ માંગી હતી.

(12:31 am IST)