Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મંદિરમાં તોડફોડ બાદ ભારતના વિરોધ સામે ઝુક્યું પાકિસ્તાન: ઇમરાને કહ્યું મંદિરો ફરીથી બનાવીશું

ઇમરાન ખાને મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી અને મંદિરને ફરીથી બનાવવાની ખાતરી આપી: ગુન્હેગારોને ઝડપી લેવા તાકીદ કરી

નવી દિલ્હી :  પાકિસ્તાનમાં સ્થિત એક મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી અને મંદિરને ફરીથી બનાવવાની ખાતરી આપી છે. એટલું જ નહીં, પાકિસ્તાની પીએમે એમ પણ કહ્યું છે કે આ હુમલામાં સંડોવાયેલા બદમાશોને જલદીથી પકડી લેવામાં આવશે.

પાકિસ્તાની પીએમે એક ટ્વીટમાં પોતાનો મત રજૂ કર્યો છે. ઈમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે, ' હું ભૂંગમાં સ્થિત ગણેશ મંદિર પર હુમલાની સખત નિંદા કરૂં છું. મેં પંજાબનાં આઈજીને પહેલેથી જ કહ્યું છે કે આ કેસમાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જો પોલીસે કોઈ પ્રકારની બેદરકારી કરી હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. સરકાર આ મંદિરને ફરીથી બનાવશે.

મંદિરમાં તોડફોડની ઘટનામાં, પાકિસ્તાનનો તમામ ઘમંડ એમ જ ઉતરી ગયો નથી. હકીકતમાં ભારતે આ સમગ્ર ઘટના સામે સખત વાંધો વ્યક્ત કરતા પાકિસ્તાની હાઇ કમિશનના પ્રભારીને બોલાવ્યા હતા. અને લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા અને તેમના ધાર્મિક સ્થળો પર થતા સતત હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કડક વિરોધ નોંધાવ્યો હતો

(12:22 am IST)