Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગ્રેટર નોઈડાની બે દુકાનોમાં લાગી ભીષણ આગ ભભુકી : ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી

ધુમાડાના ગોટેગોટા ઉડતા આકાશ થયું કાળુ ડિબાંગ

ઉત્તર પ્રદેશમાં ગ્રેટર નોઈડા વેસ્ટ બિસરખ વિસ્તાર અંતર્ગત ઈટૈડા ગામમાં આવે છે. ગુરૂવાર સાંજે અહીં ટીવી રિપેર અને ઈલેક્ટ્રીકની એક દુકાનમાં ભીષણ આગ લાગી છે. આ ઘટના બાદ ત્યાં ફાયર વિભાગની ચાર ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો આગને કાબૂમાં કરવાના પ્રયાસો કરી રહ્યા છે. કહેવાય છે કે, શોર્ટ સર્કિટના કારણે આ બંને દુકાનોમાં આગ લાગી છે. આ ઘટના બાદ આજૂબાજૂના સ્થળે હડકંપ મચી ગયો હતો.

આગની ઉંચી જ્વાળા જોઈ લોકો રસ્તાઓ પર આવી ગયા હતા અને વીડિયો બનાવા લાગ્યા હતા. ભીષણ આગના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડવા લાગ્યા હતા. આગની ઘટના જોઈ ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જ્યાં તેમણે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તો વળી પોલીસ પણ ત્યાં પહોંચી દુકાનમાંથી સામાન બહાર કઢાવાનો પ્રયાસ કરી રહી છે

(10:18 pm IST)