Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સેંસેક્સમાં ૩૬૨, નિફ્ટીમાં ૯૮ પોઈન્ટનો ભારે ઊછાળો

રિઝર્વ બેંકે નાણાંકીય સમીક્ષા કરતા તેજી : એક સમયે સેન્સેક્સ ૫૫૮ પોઈન્ટ ઊછળ્યો હતો, ડોલર સામે રૂપિયાએ સ્થિરતા જાળવી : ટાટા સ્ટીલ ૪ ટકા વધ્યો

મુંબઈ, તા. ૬ : નાણાકીય નીતિ સમીક્ષામાં ભારતીય રિઝર્વ બેંકના નીતિ દરમાં ફેરફાર ન કરાતા અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે નરમ વલણ ચાલુ રાખવાના સંકેતો વચ્ચે ગુરુવારે બીએસઈ સેન્સેક્સ ૩૬૨ પોઇન્ટ વધ્યો હતો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ દિવસના કારોબાર દરમિયાન એક સમયે ૫૫૮ પોઇન્ટ પર પહોંચી ગયો હતો. છેવટે તે ૩૬૨.૧૨ પોઇન્ટ અથવા ૦.૯૬ ટકાના વધારા સાથે ૩૮,૦૨૫.૪૫ પોઇન્ટ પર સમાપ્ત થયો. એજ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી. ૯૮..૫૦ પોઇન્ટ એટલે કે ૦.૮૯. ટકા વધીને ૧૧,૨૦૦  પોઇન્ટની પાર ૧૧,૨૦૦.૧૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં ટાટા સ્ટીલનો શેર લગભગ ચાર ટકા વધ્યો હતો. ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક અને ટેક મહિન્દ્રા પણ લાભમાં રહ્યા હતા. બીજી તરફ ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એલએન્ડટી અને એક્સિસ બેંકના શેર તૂટ્યા છે.

             શરૂઆતમાં, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વ હેઠળની નાણાંકીય નીતિ સમિતિ (એમપીસી) એ પ્રમુખ નીતિગત દર રેપોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને ચાર ટકા જાળવી રાખ્યો હતો. એ જ રીતે, રેપા દર ૩.૩૫ ટકા જાળવી રાખ્યો હતો. દાસે કહ્યું કે એમપીસીએ વ્યાજના દરમાં ફેરફાર નહીં કરવાના પક્ષમાં મત આપ્યો. વૃદ્ધિને ટેકો આપવા માટે નરમ અભિગમ ચાલુ રાખવા પણ સંમત થયા હતા. નિષ્ણાતો કહે છે કે રિઝર્વ બેંકના સંતુલિત વલણથી બજારની ભાગીદારી ખુશ છે. આ બજાર અપેક્ષાઓ સાથે અનુરૂપ છે કે કેન્દ્રીય બેંક વૈકલ્પિક પગલા પર વિચાર કરશે. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ડોલર દીઠ  ૭૪..૯૪ પર સ્થિર રહ્યો હતો. એશિયાના અન્ય બજારોમાં, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને દક્ષિણ કોરિયાની કોસ્પી લાભમાં રહ્યા હતા, જ્યારે હોંગકોંગના હેંગસેન્ટ અને જાપાનની નિક્કીમાં ઘટાડો થયો. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો પણ નીચે હતા. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો ૦.૦૪ ટકા તૂટીને ૪૫.૧૯ ડોલરના સ્તરે છે.

(8:28 pm IST)