Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજસ્થાનના 50 મુસ્લિમ પરિવારોએ હિન્દૂ ધર્મ અપનાવ્યો : અમારા પૂર્વજો હિન્દૂ હતા : મોગલ શાસનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવાયું હતું : ગઈકાલ રામમંદિર ભૂમિપૂજનના દિવસે સ્વૈચ્છિક પણે હિંદુ ધર્મમાં પરત ફર્યા

બારમેર : રાજસ્થાનના બારમેરમાં વસતા 50 મુસ્લિમ પરિવારોએ હિન્દૂ ધર્મ અપનાવ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ પરિવારોના મોભીએ જણાવ્યું હતું કે અમારા પૂર્વજો હિન્દૂ હતા અમને મોગલ શાસનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવાયું હતું
તેમણે ઉમેર્યું હતું કે અમે સ્વૈચ્છિકપણે હિન્દૂ ધર્મમાં પરત ફરી રહ્યા છીએ.અમારા ઉપર કોઈએ કોઈ પ્રકારની બળજબરી કરી નથી.ઉલ્ટાના મુસ્લિમો અમે હિન્દૂ કોમમાંથી આવ્યા હોવાથી અમારી સાથે ભેદભાવ રાખતા હતા.અમારા તમામ રીતરિવાજો હિન્દૂ ધર્મ  મુજબ જ છે.આજ રામમંદિર ભુમીપુજન પ્રસંગે અમને હિન્દૂ ધર્મ અંગીકાર કરવાનું ગૌરવ છે.તેમ જણાવ્યું હતું

(8:26 pm IST)