Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા સુશ્રી હિરલ ટીપરનેની પ્રાઈમરી ચૂંટણીમાં વિજેતા : એરીઝોનાના છઠ્ઠા કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

એરિઝોના : ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા સુશ્રી હિરલ ટીપરનેની પ્રાઈમરી ચૂંટણીમાં વિજેતા થયા છે.તેઓ નવેમ્બર માસમાં યોજાનારી આખરી ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે
પ્રાઈમરી ચૂંટણીમાં તેઓ 37,702  મતો એટલેકે 54.9  ટકા મતો મેળવી ચાર ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં સૌથી આગળ રહ્યા હતા.જયારે તેમના નજીકના હરીફ  સુશ્રી અનિતા મલિકને 25,122 એટલેકે 35.9 ટકા મતો મળ્યા હતા.
સુશ્રી હિરલે જણાવ્યું હતું કે હું કોઈ રાજકીય કારકિર્દી ધરાવતી વ્યક્તિ નથી.હેલ્થ વ્યવસાય સાથે સંકળાયેલી છું.મારી ઈચ્છા એરીઝોનાના નાગરિકોને વ્યાજબી કિંમતે આરોગ્ય સેવાઓ મળી રહે તથા તેમનું જીવનધોરણ સુધરે તેવી છે.તેમ જણાવ્યું હતું

(7:59 pm IST)