Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ, સંચાલકની અટકાયત, હોસ્પિટલને સીલ કરાઈ

 અમદાવાદ,તા.૬ : અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા આઠ દર્દીઓના કમકમાટીભર્યો મોત નિજપ્યા છે. ગુજરાત સરકારે તપાસના આદેશ આપ્યા છે અને તાત્કાલિક હોસ્પિટલનાં સંચાલકની અટક કરવામાં આવી છે અને હોસ્પિટલને સીલ કરી દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.

આ સાથે સ્થાનિક વહીવટ અને પોલીસ વિભાગની ટીમ પણ શ્રેય હોસ્પિટલ પહોંચી છે. આગ પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવાયું છે. કેટલાક લોકો કહે છે કે આઈસીયુમાં શોર્ટ સર્કિટ થયુ હતું અને આગ લાગી હતી. જોકે, આગ કેવી રીતે લાગી તે અંગે ફોરેન્સિક વિભાગની ટીમ તપાસ કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સંગીતા સિંહ, અધિક મુખ્ય સચિવ (ગૃહ વિભાગ) આગેવાની કરશે. મુખ્યમંત્રીએ ૩ દિવસમાં રિપોર્ટ મંગાવ્યો છે. હાલ માટે શ્રેય હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે અને એક ટ્રસ્ટીની અટકાયત કરવામાં આવી છે. ટ્રસ્ટીનું નામ ભરત મહંત છે.

(4:42 pm IST)