Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રિઝર્વ બેંકે બદલી ચેકથી પૈસાના લેવડ- દેવડની સિસ્ટમઃ હવે લાગુ થશે પોઝીટીવ પે સિસ્ટમઃ છેતરપીંડીની ઘટનાઓ અટકશે

નવી દિલ્હી તા. ૬: રિઝર્વ બેંકે હાઇ વેલ્યુ ચેક કિલયરીંગના નિયમોમાં ફેરફાર કર્યો છેઃ ચેક ચુકવણામાં ગ્રાહક સુરક્ષા વધારવા અને ચેકના પાના સાથે છેડછાડને કારણે થતી છેતરપીંડીની ઘટનાઓ રોકવા માટે રીઝર્વ બેંકે નવી સિસ્ટમ રજુ કરી છેઃ રિઝર્વ બેંકે પ૦,૦૦૦ રૂપિયા કે તેથી વધુ રકમના બધા ચેક માટે પોઝીટીવ પે સિસ્ટમ શરૂ કરવા નિર્ણય લીધો છે. જે હેઠળ ચેક જારી કરતી વખતે તેના ગ્રાહક દ્વારા અપાયેલી માહિતિના આધાર પર ચેકને ચુકવનાર બેંકનો ચુકવણા માટે સંપર્ક કરાશે. (વિગતો હવે જાહેર થશે) આ સિસ્ટમ દેશમાં જારી કરાયેલ વેલ્યુના આધાર પર ક્રમશ ર૦% અને ૮૦% પર કવર કરશે. સીસ્ટમ હેઠળ લાભાર્થીને ચેક સોંપતા પહેલા ખાતેદાર દ્વારા જારી કરાયેલ ચેકની વિગત જેમ કે ચેક નંબર ચેક તારીખ, પેઇનું નામ, ખાતા નંબર, રકમ વગેરે સાથે-સાથે ચેકની સામે અને રિવર્સ સાઇડની ફોટો સાથે શેયર કરવા પડશે જયારે લાભાર્થી ચેકને અને કેશ માટે જમા કરશે તો  બેંક પોઝીટીવ પે થકી પ્રદાન કરાયેલ ચેક વિગતની સરખામણી કરશે જો વિગત મેળ ખાશે તો ચેક કલીયર થશે. (૭.૪૦)

(4:38 pm IST)