Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રિલાયન્સ બની વિશ્વની બીજા નંબરની મોટી બ્રાન્ડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફયૂચર બ્રાન્ડ લિસ્ટ ૨૦૨૦માં મેળવ્યું સ્થાન : વધુ એક સફળતા મેળવી : કંપનીનું માર્કેટ કેપ ૧૪ લાખ કરોડને પાર પહોંચ્યુ : પ્રથમ નંબરે એપલ

મુંબઇ તા. ૬ : જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક સફળતા મેળવી લીધી છે. જી હા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ફયુચરબ્રાન્ડ લિસ્ટ ૨૦૨૦માં બીજું સ્થાન મળ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ સફળતા એવા સમયમાં હાંસલ થઈ છે, જયારે કંપનીનું માર્કેટ કેપ ૧૪ લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગયું છે અને કંપની હાલ દેવામુકત થઈ ગઈ છે. તો રિલાયન્સના શેરનો ભાવ પણ ૨૨૦૦ રૂપિયાના સ્તર પર છે.

ફયુચર બ્રાન્ડના રિપોર્ટમાં કહેવાયું છે કે રિલાયન્સની સફળતાનું શ્રેય મુકેશ અંબાણીને મળે છે. તેઓએ કંપનીને નવી ઓળખ આપી છે. આજે કંપની પેટ્રોરસાયણમ, વીજળી, કપડાં, પ્રાકૃતિક સંસાધન, દૂર સંચાર જેવા વિસ્તારોમાં કામ કરી રહી છે. એટલું જ નહીં ગૂગલ અને ફેસબુકે પણ કંપનીમાં ભાગીદારી કરી છે. એટલું જ નહીં રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝ દરેક માપદંડ પર ખરી ઉતરી છે. તે ભારતની સૌથી વધારે નફો કરનાર કંપનીઓમાંની એક છે. ઙ્ગ

લિસ્ટમાં પહેલા નંબરે એપલ, ત્યારબાદ રિલાયન્સ અને ત્રીજા નંબરે સેમસંગ છે. ૪થા ક્રમે એનવીડિયા, ૫માં ક્રમે મોતાઈ, ૬ઠ્ઠા ક્રમે નાઈકી, ૭માં ક્રમે માઈક્રોસોફટ, ૮માં ક્રમે એએસએમએલ, ૯માં ક્રમે પેપાલ અને નેટફિલકસ ૧૦મો ક્રમ ધરાવે છે.

(3:09 pm IST)
  • અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અંગે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી કહ્યું, હોસ્પિટલમાં આગની ઘટનાથી દુઃખી છું, મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે, ગુજરાતના મુખ્યમંત્રી અને મેયર સાથે વાત કરી, તંત્ર તમામ સંભવિત મદદ પહોંચાડી રહ્યું છે. access_time 10:51 am IST

  • આજે અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિલાન્યાસના પાવન પ્રસંગે અમેરિકાના ન્યૂયોર્કના વિખ્યાત ટાઇમ્સ સ્ક્વેરમાં રામ મંદિરનું જબરું મોટું ડિજિટલ બિલબોર્ડ દર્શાવવામાં આવ્યું હતું. access_time 11:31 pm IST

  • ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની આજ 6 ઓગસ્ટના રોજ પ્રથમ પુણ્યતિથિ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે ટવીટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી જુના સંસ્મરણો વાગોળ્યા access_time 1:37 pm IST