Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

દિલ્હીમાં ૧૩ વર્ષની બાળકી ઉપર નિર્ભયા જેવી હેવાનીયતઃ ઢસડાતી ઢસડાતી પાડોશીના ઘરે પહોંચી બાળકી

હવસખોરોએ બાળકીના માથા અને સાથળમાં તીક્ષ્ણ હથિયારના અનેક ઘા માર્યાઃ લોહીથી લથબથ છોડી આરોપીઓ ફરારઃ બાળકીના માતા-પિતા-બહેન મજુરીએ ગયા બાદ ઘરમાં બની ઘટના

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં નિર્ભયા જેવી હેવાનીયતનો મામલો સામે આવતા ચકચાર મચી ગઇ છે. પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢી વિસ્તારમાં એક ૧૩ વર્ષની માસુમ બાળકી સાથે દરીદંગી કરવામાં આવી હતી. બાળકીને હોસ્પીટલમાં દાખલ કરાઇ છે. જયાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મંગળવારે બનેલ ઘટનામાં બાળકીના શરીર ઉપર ગંભીર ઘા ના નિશાન છે.

આ ઘટનાની વિગત એવી છે કે બાળકી રૂમમાં એકલી હતી ત્યારે બે છોકરાઓએ હેવાનીયત આચરેલ. બાળકીએ પ્રતિકાર કરતા હવસખોરોએ કાતરથી તેના માથામાં અને શરીરમાં ઘા મારેલ. શંકા દર્શાવાઇ રહી છે કે નિર્ભયતાની જેવી ઘટના ઘટી છે. લોહીથી લથબથ બાળકીને મૃત સમજી હવસખોરો ત્યાંથી ફરાર થઇ ગયેલ.

બાળકી લાંબો સમય બેભાન રહયા બાદ રૂમમાં જ કણસતી રહેલ અને જેમ તેમ કરી ઘસડાતી ઘસડાતી પાડોશીના ઘરનો દરવાજો ખખડાવેલ. બાળકીની હાલત જોઇ પાડોશી પણ ડરી ગયેલ. બાળકી પોતાની આપવીતી કહેતા કહેતા ફરી બેભાન થઇગયેલ. પાડોશીએ આ અંગે પોલીસને જાણ કરેલ અને બાળકીને તુરંત સંજય ગાંધી હોસ્પીટલમાં દાખલ કરેલ.

હેવાનોએ  બાળકીના માથા અને સાથળ ઉપર ધારદાર હથિયારથી અનેક ઘા મારેલ.  ડોકટરોએ માથા અને અન્ય ભાગોમાં ટાંકા લઇ બાળકીના એઇમ્સમાં રીફર કરી હતી. પોલીસે હત્યાની કોશીશ અને પોકસો સહિતની કલમો લગાડી છે. બાળકીએ જે નિવેદન આપ્યુ છે તે મુજબ બે યુવકો ઘટનામાં સામેલ છે.

બાળકીનો પરિવાર પીરાગઢીમાં ભાડે રહે છે અને તેઓ મુળ બિહારના રહેવાસી છે. તેઓ જે જગ્યાએ રહે છે તે બિલ્ડીંગ ત્રણ માળનું છે. અને જેમાં નાના મોટા રપ રૂમ છે. આસપાસની ફેકટરીમાં રહેતા મજુરી કામ કરતા લોકો અહીં રહે છે સમગ્ર ઘટના મંગળવારે બપોરે ચાર વાગ્યે બની હોવાનું પોલીસનું પ્રાથમીક તારણ છે. બાળકીના માતા - પિતા અને મોટી બેન કામ ઉપરજતા બાળકી દરરોજ એકલી જ રૂમમાં રહેતી હતી. આરોપી આસપાસનું  જ કોઇ હોવાની પોલીસને શંકા છે.

(3:05 pm IST)