Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અયોધ્યા નગરીની થશે કાયાપલટ : પસાર થશે સિકસ લેન રોડ : રીવર રીસોર્ટ પણ વિકસાવાશે

રામમંદિર શિલાન્યાસ (અયોધ્યા કાંડ) બાદ શરૂ થશે હવે વિકાસ કાંડ

લખનઉ : રામનગરી અયોધ્યામાં મંદિર શિલાન્યાસ બાદ હવે અયોધ્યાનો વિકાસ શરુ થઇ રહ્યો છે. અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશેમ અત્યારે લખનઉ એરપોર્ટથી અયોધ્યા ૧૫૦ કી.મી. અંતર છે, લખનઉ થી ગોરખપુર સુધી ૬ લેન રોડ બનવા જઈ રહ્યો છે. સહાદતગંજ થી અયોધ્યા સુધી ૪ લેનનું નિર્માણ શરુ થવા જઈ રહ્યું છે.

શ્રી રામમંદિરની ભવ્યતા લોકોને આકર્ષિત કરશે જ એવામાં અહીં બનાવવામાં આવશે તે દુનિયાની સૌથી ઊંચી શ્રીરામની પ્રતિમા અને નવું અયોધ્યા પ્રવાસનને વધારે પ્રોત્સાહિત કરશેમ તો બીજી તરફ અયોધ્યાની વિકાસની ગતિ હવે હાઈટેક થવા જઈ રહી છે ત્યારે હાઈટેક અયોધ્યા નગરી અને શ્રીરામજન્મભૂમિ મંદિર સમગ્ર અયોધ્યાની કાયા પલટ કરી દેશે.

અયોધ્યામાં રિવર રોસોર્ટ પણ વિકસાવવામાં આવશે. આ રિવર રિસોર્ટને લીધે મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળવાની આશા સેવાઈ રહી છે. અયોધ્યાની વિકાસની ગતિમાં ફૂડ ઇન્ડસ્ટ્રી, હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી, અને ખાસ એક જિલ્લો એક ઉત્પાદન હેઠળ ખાસ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય માર્કેટ સુધી પહોંચાડવાની તક મળશે.

ગઈકાલે ભૂમિપૂજન વખતે પ્રધાનમંત્રી મોદીએ તેમના ભાષણમાં આ વિકાસની ગતિના સંકેત આપ્યા હતા, મંદિર બનવાની સાથે અયોધ્યામાં માત્ર મંદિરની ભવ્યતા જ નહિ પરંતુ અયોધ્યાનો સર્વાંગી વિકાસ સમગ્ર દુનિયાની નજરમાં આવે તેવા કર્યો થશે અયોધ્યાનો સર્વાંગી વિકાસ દેશના અર્થતંત્રને પણ અસર કરશે.

ભવ્ય અયોધ્યાનગરી

અયોધ્યાથી ૧૦ કી.મી. દુર શાહનેવાઝપુર નજીક ૪૦૦ હેકટરમાં નવું અયોધ્યા બનાવાશેમ જે ૫૦૦ એકરની હાઈટેક ટાઉનશીપ હશે. ફાઇવ સ્ટાર હોટેલ્સ,રિવર સાઈડ રિસોર્ટ, મળતી સ્ટોરી બિલ્ડીંગ્સ, રહેણાંક માટે અત્યાધુનિક પ્લોટ વિકસાવવામાં આવશેમ સરયુમાં ક્રુઝ પણ ચાલશેમ અત્યાધુનિક વિકસિત રસ્તા, અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ, તેમજ અન્ડરગ્રાઉન્ડ ઈલેકટ્રીસીટી લોકોને અહીં રહેવા માટે પ્રેરિત કરશેમ સરયૂ કિનારે સ્ટુડિયો એપાર્ટમેન્ટ બનાવશે તેમજ રામવન ગમન માર્ગથી જે પર્યટકોને વધુ આકર્ષિત કરશે. આ સમગ્ર પ્રોજેકટ માટે અંદાજે ૧૨૦૦ કરોડ નવી અયોધ્યા નગરી વસાવવા માટે ખર્ચવામાં આવશે.

અયોધ્યામાં વિશ્વની સૌથી ઊંચી શ્રીરામની પ્રતિમા

અયોધ્યામાં કોદન્ડ રામની ૨૫૧ ફૂટ ઉંચી પ્રતિમા જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ઙ્ગહશે. આ પ્રતિમા માજા બરહટામાં મુકવામાં આવશે. ૮૩ હેકટર જમીનમાં આ પ્રતિમા મુકવામાં આવશેમ સુપ્રસિદ્ઘ મૂર્તિકાર રામસુતાર આ પ્રતિમા બનાવે છે, અત્યારસુધીમાં ચીનમાં બુદ્ઘની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જેની ઉંચાઈ ૨૦૮ મીટર છે. આ પ્રતિમામાં ૨૦ મીટર ઊંચું સ્તર રહેશે જયારે શ્રી રામની પ્રતિમા ૫૦ મીટર ઉંચા સ્તર ઉપર મુકવામાં આવશે, બેઇઝની નીચે વિશાળ મ્યુઝિયમ બનાવવામાં આવશેમ ટેકનોલોજીના ઉપયોગથી ભગવાન વિષ્ણુના બધા અવતારોની માહિતી મ્યુઝિયમમાં દર્શાવવામાં આવશેમ આ ઉપરાંત ડિજિટલ મ્યુઝિયમ, ફૂડ પ્લાઝા, લાયબ્રેરી, રામાયણ કાળની ગેલેરી પણ બનાવવામાં આવશે.

(3:02 pm IST)