Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

શ્રીરામ મંદિર ભૂમિપૂજન ઉપર બોલીવુડના સિતારાઓ એ ટ્વીટ કરી ખુશી વ્યકત કરી

રામમંદિર શિલાન્યાસથી ઉત્સાહિત બોલીવુડ

લખનઉ : અયોધ્યા શ્રીરામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનના સમાચાર સાથે જ સમગ્ર દેશમાં એક ખુશીની લાગણી ફરી વળી તેવામાં બોલીવુડ પણ આ ખુશી વ્યકત કરવામાં પાછળ નથી. બોલીવુડની હસ્તીઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા રામમંદિર માટેની ખુશી વ્યકત કરી છે.

મનોજ તિવારી

અભિનેતા મનોજ તિવારીએ રામમંદિર શિલાન્યાસના અવસર ઉપર પોતાની ખુશીને યાદગાર બનાવવા માટે ખાસ એક ગીત લખ્યું છે. આ ગીતને તેમને પોતે જ અવાજ આપીને સોશિયલ મીડિયા ઉપર મૂકયું છે આ ગીતના શબ્દો 'જહાં જગતમેં રામ પધારે' છે.

કંગના રનૌત

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત પણ પોતાની ખુશી વ્યકત કરતા તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપરથી બે ફોટા શેર કર્યા છે જેમાં લખ્યું છે '૨ ફોટા ૫૦૦ વર્ષના પ્રવાસને વર્ણવે છે કે જેમાં પ્રેમ, આસ્થા, અને ભકિતનો ભાવ ભાવ છે. સભ્યોની એક એવી યાત્રા જ પરમ પૂજનીય શ્રીરામની મહિમા કરે છે જાય શ્રી રામ' કંગનાના સોશિયલ મીડિયા ઉપર તેમના ચાહકોએ આ ટ્વીટની સામે અનેક રીટ્વીટ કાર્ય હતા.

લતા મંગેશકર

વિશ્વમાં ભારતનું બોલીવુડ જેમના અવાજથી ઓળખાય છે તેવા સ્વર સામ્રાજ્ઞિ લતા મંગેશકરે પણ શ્રીરામમંદિર શિલાન્યાસ માટે પોતાની ખુશી વ્યકત કરી હતી. લતાજી એ તેમના ટ્વીટર પણ લખ્યું કે શ્ન કેટલાય રાજાઓના કેટલીય પેઢીઓના અને સમસ્ત વિશ્વના રામભકતોની સદીઓનું સપનું સાકાર થતું જોઈ શકાય છે. કેટલાય વર્ષોના વનવાસ બાદ આજે અયોધ્યામાં પ્રભુ શ્રીરામ પુનર્નિર્મિત મંદિરમાં બિરાજશે.

દીપિકા ચીખલીયા

રામાયણ સીરિયલમાં સીતાનો રોલ કરી ચૂકેલા દીપિકા ચીખલીયાએ એક વિડિઓ શેર કર્યો હતો જેમાં તેઓ દીવો લઈને દેખાય છે અને સાથે લખ્યું હતું કે ૫૦૦ વર્ષના સંધર્ષ બાદ ફરી ઘરે પધારે છે. બધાને જય શ્રી રામ.

અરૂણ ગોયલ

રામાનંદ સાગરની શ્રેણી રામાયણથી જાણીતા થયેલા રામ અને અત્યારે પણ જો લોકો સામે મળે તો તેમને જોઈને પ્રભુ શ્રી રામના દર્શન થયા હોય તેમ માને તેવા શ્રીરામનું પત્ર ભજવતા અરુણ ગોયલે જણાવ્યું કે ઇતિહાસમાં આ દિવસને સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશેમ શ્રીરામમંદિરના શિલાન્યાસથી સમગ્ર દુનિયાના રામભકતોનું સપનું સાકાર થાય છે. બધા રામભકતોને હાર્દિક અભિનંદન જય શ્રીરામ.

(3:01 pm IST)