Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અભિનેત્રી અને સાંસદ હેમામાલીનીએ ઘરમાં દીવા પ્રગટાવ્યા અને પૂજા કરી

ચાહકોને આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા બદલ અભિનંદન આપ્યા

સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ પૂજન પર આનંદનું વાતાવરણ હતું અને લોકોએ દીપાવલીની જેમ આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી. આ ઐતિહાસિક દિવસને વિશેષ રીતે ઉજવ્યો અને ચાહકોને તેમના રામ જન્મભૂમિ પૂજન પર અભિનંદન પણ આપ્યા હતા  અભિનેત્રી હેમા માલિનીએ પણ ચાહકોને આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા બદલ અભિનંદન આપ્યા હતા અને તેમના ઘરે દીવડાઓ પ્રગટાવીને આ ખાસ દિવસની ઉજવણી પણ કરી હતી.

 હેમા માલિનીએ રામ જન્મભૂમિનો શિલાન્યાસની ખુશીમાં તેમના ઘરના મંદિરમાં પાંચ દીવા કર્યા હતા. અભિનેત્રીએ તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. હેમા માલિનીએ લખ્યું- 'ભગવાન રામના અયોધ્યાના આગમનની ખુશીમાં પાંચ દીવા પ્રગટાવ્યા. આ ક્ષણ ખરેખર ગૌરવ પૂર્ણ છે. વડા પ્રધાન  મોદીએ, અયોધ્યામાં રામ મંદિરની ભૂમિની પૂજા કરીને સમગ્ર રાષ્ટ્રને ઐતિહાસિક ક્ષણ નું સાક્ષી બનાવ્યું છે.

સોશિયલ મીડિયા પર હેમા માલિનીની આ તસવીરને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે, અને આ ખાસ દિવસે તેમને અભિનંદન પણ આપી રહ્યા છે. હેમા માલિની આ દિવસોમાં રાજકારણમાં ખૂબ સક્રિય છે. તે મથુરાથી ભાજપના સાંસદ છે. 

(1:48 pm IST)
  • સૌરાષ્ટ્રની જાણીતી રાજકોટ ખાતેની કેન્સર હોસ્પિટલમાં ૩ નવા કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે : એક ડોકટર સહિત વધુ ૩ને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ : એક ડોકટરની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે access_time 8:07 pm IST

  • સુશાંતસિંહ રાજપુતને રીયા ચક્રવર્તી અને પરિવાર બ્લેકમેલ કરતા હતાઃ મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા તૈયારીમાં હતાઃ સુશાંતે નવે.માં પરિવારની મદદ માંગી હતીઃ જાન્યુ.માં સુશાંત બહેન પાસે ચંદીગઢ ગયેલ ત્યારે ૫ દિ'માં રીયાએ ૨૫ કોલ કર્યા access_time 4:13 pm IST

  • કોરોના અંગે ખોટી માહિતી આપવા ટ્રમ્પ કેમ્પેઇનનું એકાઉન્ટ કરાયું બ્લોક : વીડિયોમાં ટ્રમ્પ કહેતા જોવા મળે છે કે બાળકોમાં કોવિડ-૧૯ સામે એક મજબૂત રોગપ્રતિકારક શકિત છે access_time 4:19 pm IST