Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

શહેરમાં અ...ધ..ધ..ધ ૮૮૪ સેમ્પલ લેવાયાઃ નવા ૪૯ કેસ

કુલ આંક ૧૫૪૮: આજ દિન સુધીમાં ૭૩૮ દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૪૭.૬૭ ટકાએ પહોંચ્યો

રાજકોટ,તા.૬: શહેરમાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહયો છે. જયારે ગઇકાલે એક જ દિવસમાં  સૌથી વધુ અ..ધ..ધ..૮૮૪ કોરોનાના શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા.  આજ બપોર સુધીમાં વધુ ૪૯  રિપોર્ટ પોઝિટિવ આવતા  કુલ કેસ ૧૫૪૮ થયો છે. આજદિન સુધીમાં કુલ ૭૩૮ દર્દીઓ સજા થયા છે. શહેરનો કુલ રિકવરી રેટ ૪૭.૬૭ ટકા થયો છે.

આ અંગે મ્યુ.કર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા.૬ ઓગ્સ્ટનાં બપોરે ૧૨વાગ્યા સુધીમાં કુલ ૪૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.શહેરનો કુલ આંક ૧૫૪૮ થયો છે.

ગઇકાલે કુલ ૮૮૪ સેમ્પલ પૈકી ૪૯ રિપોર્ટ પોઝિટિવ આવતા પોઝિીટિવ રેટ ૧૨.૧૮  ટકા થયો છે.ગઇકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૮૮૪ સેમ્પલ લેવામાં આવ્યા હતા.ગઇકાલે ૨૫ દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.

શહેરમાં આજ દિન સુધીમાં કુલ ૧૨,૭૦૩ સેમ્પલ લેવાયા છે. જેમાં ૧૫૪૮ પોઝિટિવ કેસ સાથે પોઝિટિવ રેટ ૧૨.૧૮ ટકા થયો છે. આજ સુધીમાં કુલ ૭૩૮ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૪૭.૬૭ ટકા થયો છે.

(2:54 pm IST)