Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા 18 બાંગ્લાદેશી ઝડપાયા

દલાલોની મદદથી બાંગ્લાદેશી નાગરિકોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો

નવી દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ની ટીમે, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાને લગતી ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર, ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા 18 બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા છે.

 બીએસએફ દ્વારા જારી કરાયેલા  નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે,' દલાલોની મદદથી આ બાંગ્લાદેશી નાગરિકોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે, તેઓ પકડાયા હતા.' પહેલા ઝોરપાડા બોર્ડર ચોકી પાસે બે મહિલાઓ અને એક પુરુષ અને એક બાળકને પકડવામાં આવ્યા હતા. આ પછી, કુમારી બોર્ડર ચોકી પાસે 9 પુરુષો, એક મહિલા અને 5 બાળકો ઝડપાયા હતા.

 બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ લોકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, સરહદની બંને બાજુ હાજર દલાલોની મદદથી આ લોકોએ ગેરકાયદેસર રીતે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે, જેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

(1:03 pm IST)