Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કોર્ટના અનાદરનો છે કેસ

વિજય માલ્યાની ફાઇલમાંથી દસ્તાવેજો ગુમ : ૨૦ ઓગસ્ટ સુધી ટળી સુનાવણી

નવી દિલ્હી તા. ૬ : ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યા કેસની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થઇ શકી નહી. જો કે માલ્યાના કેસ સાથે જોડાયેલા દસ્તાવેજ ફાઇલમાંથી ગાયબ થવાના કારણે કોર્ટને આ સુનાવણી ટાળવી પડી. ઉલ્લેખનીય છે કે માલ્યા આ સમયે લંડનમાં રહે છે.

સુપ્રીમના આદેશના ઉલ્લંઘનના કારણે સુપ્રીમ કોર્ટની અવગણનાના મામલે વિજય માલ્યાની પુનર્વિચાર અરજી પર સુનાવણી ૨૦ ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી છે. ત્રણ વર્ષ પહેલા માલ્યાએ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી જે સુનાવણી માટે હવે લિસ્ટ થઇ.

માલ્યા ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટની અવગણનાના આરોપી ગણવામાં આવ્યા હતા. માલ્યાના સુપ્રીમના આદેશ વિરૂધ્ધ માલ્યાની અપીલ કોર્ટની સામે લિસ્ટ કેમ કરવામાં આવી નથી. કોર્ટે રજીસ્ટ્રીને તે અધિકારીઓનું નામ પણ પૂછયું હતું જે ફાઇલથી કામ પૂરૃં કરે છે.

(4:32 pm IST)