Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રામમંદિરનું ભુમીપુજન થતા પાકિસ્તાની ક્રિકેટરે ટ્વીટ કરીને કહ્યું જય શ્રી રામ ,,ભગવાન રામ આપણા આદર્શ

ભગવાન રામની સુંદરતા તેના ચરિત્રમાં નિહિત છે, તેમના નામમાં નહીં. પ્રભુ શ્રીરામ જીતના પ્રતિક છે

 

નવી દિલ્હીઃ લાંબા ઇન્તજાર બાદ 5મી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન વિધિવત રીતે સંપન્ન થઇ ગયુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાની પહેલી ઇંટ મૂકીને રામ મંદિર નિર્માણ કાર્યને શરૂ કરાવ્યુ હતુ. આ સાથે જ દેશવાસીઓ અને રામ ભક્તોમાં ખુશીને લહેર પ્રસરી ગઇ હતી. ભૂમિ પૂજનનો આનંદ દેશની સાથે સાથે વિદેશમાં પણ જોવા મળ્યો. જોકે, આ બધાની વચ્ચે પાકિસ્તાનમાંથી ખાસ ખબર સામે આવી છે.

 ટાઇમ્સ નાઉ ઇંગ્લિશ વેબસાઇટ પર છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, અયોધ્યામાં ભૂમિ પૂજન થતાં જ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ જય શ્રીરામ કહીને આજના દિવસને હિન્દુઓ માટે ઐતિહાસિક ગણાવ્યો હતો. દાનિશ કનેરિયાએ એકપછી એક ટ્વીટ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. દાનિશ કનેરિયાએ ટ્વીટ કરીને લખ્યું- આજે દુનિયાભરના હિન્દુઓ માટે ઐતિહાસિક દિવસ છે, ભગવાન રામ આપણા આદર્શ છે. અમે સુરક્ષિત છીએ અને બીજા કોઇને પણ આપણા ધાર્મિક વિશ્વાસો પર સમસ્યાઓ ના થવી જોઇએ. પ્રભુ શ્રી રામનુ જીવન આપણને એકતા અને ભાઇચારો શીખવાડે છે. જય શ્રી રામ...
  જય શ્રી રામ કહેતા પૂર્વ લેગ સ્પિનર દાનિશ કાનેરિયાએ કહ્યું - ભગવાન રામની સુંદરતા તેના ચરિત્રમાં નિહિત છે, તેમના નામમાં નહીં. પ્રભુ શ્રીરામ જીતના પ્રતિક છે. આજે દુનિયાભરમાં ખુશીની લહેર છે. આ બહુજ સંતોષની ક્ષણ છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા ખુદ હિન્દુ છે, અને તે અવારનવાર હિન્દુ ધર્મની તરફેણ કરીને ચર્ચામાં રહ્યાં કરે છે

(12:49 pm IST)