Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મનોજ સિંહા જમ્મૂ કાશ્મીરના નવા ઉપરાજયપાલ : મુર્મૂનું રાજીનામું સ્વીકારાયું

ગિરિશ ચંદ્ર મૂર્મુ નવા CAG બનશે ? આજે દિલ્હીમાં....

નવી દિલ્હી,તા.૬ : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા હવે જમ્મૂ કાશ્મીરના નવા ઉપરાજયપાલ બનશે. ઉપરાજયપાલ જીસી મુમુએ રાષ્ટ્રપતિને રાજીનામું મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે જીસી મુમુ નવા CAG બની શકે છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા હવે જમ્મૂ અને કાશ્મીરના નવા ઉપરાજયપાલ બનશે. બુધવારે સાંજે ગિરિશ ચંદ્ર મુર્મુએ પોતાનું રાજીનામું આપ્યું હતું. ગુરુવારે એટલે કે આજે સવારે રાષ્ટ્રપતિ ભનની તરફથી મનોજ સિન્હાની નિયુકિતની જાહેરાત કરાશે.

મનોજ સિન્હાને નવા એલજીની જવાબદારી સૌંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એકવાર ફરી જમ્મૂ કાશ્મીરના ઉચ્ચસ્થ પદ પર રાજનૈતિક રીતે એન્ટ્રી થઈ છે. આ પહેલા પણ જમ્મૂ કાશ્મીર પૂર્ણ રાજય હતું. ત્યારે સત્યપાલ મલિક અહીના રાજયપાલ હતા. પરંતુ જયારે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો તો અધિકારી જીસી મુર્મુને મોકલવામાં આવ્યા હતા. તેમની ગણતરી પ્રધાનમંત્રી મોદીના ખાસ અધિકારીઓમાં થતી હતી.

મનોજ સિન્હા પૂર્વમાં ગાઝીપુરના સાંસદ રહી ચૂકયા છે. આ સિવાય ઉત્ત્।રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો મોટો ચહેરો છે. ૨૦૧૯ની લોકસભા ચૂટણીમાં તેઓ હાર્યા હતા. તેને એક મોટો ઝટકો માનવામાં આવે છે. મોદી સરકારના પહેલાં કાર્યકાળમાં મનોજ સિન્હા મંત્રી રહી ચૂકયા છે અને તેમની પાસે રેલ્વેના રાજયમંત્રી અને સંચાર રાજયમંત્રીનો કાર્યભાર હતો.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં જયારે ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળી હતી ત્યારે મનોજ સિન્હા મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ હતા. તે દિલ્હીથી વારાણસી પૂજા કરવા પહોંચ્યા અને તે આશામાં હતા કે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. પણ  પાર્ટીની તરફથી યોગી આદિત્યનાથને આગળ કરાયા. મનોજ સિન્હાની ગણતરી પીએમ મોદીના ભરોસાના નેતાઓમાં થાય છે.

(3:03 pm IST)