Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગોવા જવા માટેનો પ્લાન બનાવતા પહેલા વિચાર કરજો

ગોવામાં આવતા તમામ લોકોનું મેડીકલ ચેકઅપ થશે અને જો કોરોનાનો શંકાસ્પદ કેસ : જણાશે કે તમારી પાસે મેડીકલ રિપોર્ટ નહી હોય તો ૧૪ દિવસ સુધી કવોરન્ટાઇન રહેવું પડશે

પણજી તા. ૬ : હાલ અનલોક ૩ બાદ સમગ્ર દેશમાં પ્રવાસન સ્થળ ખુલી ગયા છે. ત્યારે ઘણા લોકો વેકેશન મુડમાં ગોવા જેવા સ્થળો પર જવા માટે આયોજન કરી રહ્યા છે. પણ તો તમે ગોવા જવા માટે આયોજન કરતા હોય તો હાલ પુરતુ આયોજન અટકાવી દેજો. કારણ કે ગોવામાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ગોવા સરકારે આકરા નિર્ણય લીધા છે. જેમાં ગોવામાં આવતા તમામ લોકોનું મેડીકલ ચેકઅપ થશે અને જો કોરોનાનો શંકાસ્પદ કેસ જણાશે કે તમારી પાસે મેડીકલ રિપોર્ટ નહી હોય તો ૧૪ દિવસ સુધી કવોરન્ટાઇન રહેવુ પડશે.

ગોવા સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દિશા નિર્દેશમાં જણાવવામાં આવ્યુ છે કે સિમ્ટોમૈટિક લોકોએ હોમ કે ઇન્સ્ટીટ્યુશનલ કવોરન્ટાઇન રહેવુ પડશે અને તમામ ખર્ચ જાતે જ ભોગવવાનો રહેશે.જો કે કોરોનાનો નેગેટિવ રિપેોર્ટ હશે તેમને ગોવામાં પ્રવેશ મળશે પણ આ નેગેટિવ રિપોર્ટનું પ્રમાણપત્ર ગોવામાં પ્રવેશવાના ૪૮ કલાક પહેલાનું હોવું જરુરી છે અને આ પ્રમાણપત્ર આપનાર લેબ આઇસીએમઆર દ્વારા માન્ય હોવી જોઇએ. સાથે સાથે ગોવામાં પ્રવાસ દરમિયાન નિયમિત રીતે મેડીકલ ચેકઅપ કરાવવાનું રહેશે. જેનો ખર્ચ પણ પ્રવાસીએ જાતે ઉઠાવવાનો રહેશે. આમ, ગોવા સરકારે નિયમોને વધુ આકરા કરતા પ્રવાસીઓમાં ઘટાડો થશે તે વાત નક્કી છે.

(11:16 am IST)