Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ આંખો ઉપર ભરોસો રાખો

''તમે જાતે અનુભવ્યુ ના હોય તેના પર કયારેય વિશ્વાસ ના કરો કોઇ પૂર્વગ્રહ પણ નહી આખી દુનિયા એવું કહેતી હોય તો પણ નહી જયા સુધી તમેજાતે અનુભવી ના લો''

મહાન ભારતીય સંત કબીરે કહ્યું છે, ''કાન ઉપર કયારેય  ભરોસો નહી કરો--ફકત આંખો ઉપર ભરોસો કરો જે કઇ પણ તમે સાંભળો છો તે ખોટું છે જે કઇપણ તમે જુઓ છો તે સાચુ છે.''

આ વાતને હંમેશા યાદ રાખવી જોઇએ કારણ કે આપણે માણસ છીએ અને આપણને કુતર્ક કરવાની આદત છે. આપણે આ  પાગલ દુનીયાનો એક ભાગ છીએ અને આ ભાવલયન દરેક વ્યકિતમાં છે. તેને તમારા પર હાવી ના થવા દો વ્યકિતએ સતત તેયાદ રાખવું પડશે તે અઘરૂ છે. કારણ કે પૂર્વગ્રહો ખૂબજ આરામદાયક અને સહેલા છે તમારે તેની કીમત ચુકવવી નથી- પડતી. સત્ય કીમતી છે. તમો તેની ઘણી કિંમત ચુકવવી પડશે. હકીકતમાં તમારે આખુ જીવન દાવ પર લગાવવું પડશે. પછી તમે તેે પામી શકશો પરંતુ સત્ય આઝાદી આપે છે.

તેથી બીજા લોકો અને તેઓના મનની કામ કરવાની પધ્ધતી જુઓ, હમેશા યાદ રાખો કે એવુ મન તમારી અંદર પણ છુપાયેલું છે તેથી તેને કયારેય સાંભળો નહી તે તમને સહમત કરી લેશે. તે વિવાદ કરશે. તે તમને મનાવવાની કોશીષ કરશે ફકત તેને કહો, ''હુ જાતે જોઇ લઇશ, હું હજી જીવીત છું, જે અનુભવની જરૂર છે તે  હુ જાતે જાણી લઇશ.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:40 am IST)