Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જમ્મુ કાશ્મીરના નાયબ રાજ્યપાલે રાજીનામું આપ્યું :કાલે કેગના વડા રાજીવ મહર્ષિ તેમની જગ્યાએ શપથ લેશે

( સુરેશ એસ ડુગ્ગર દ્વારા ) જમ્મુ :જમ્મુ અને કાશ્મીરના નાયબ રાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુએ રાજીનામું આપ્યું છે. તેમણે મોડી રાત્રે રાષ્ટ્રપતિને રાજીનામું મોકલી દીધું હતું.

મળતી માહિતી મુજબ તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે અને તેમની જગ્યાએ સીએજીનાં વડા રાજીવ મહર્ષિ આવતીકાલે તેમની જગ્યાએ શપથ લેશે. મહર્ષિ ગયા અઠવાડિયે કેગના વડા તરીકે નિવૃત્ત થયા હતા.
એવું કહેવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાં 4 જી સેવાના અમલીકરણ માટે મુર્મુનો ટેકો મોદી સરકારને આપ્યો હતો.તેમના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

(8:37 am IST)