Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

આજે ૧૩૫ કરોડની જનતાનો સંકલ્પ પૂરો થયો : યોગી આદિત્યનાથ

રામમંદિર ભૂમિપૂજન બાદ યુપીના મુખ્યમંત્રીનું સંબોધન : વિવાદના મુદ્દાને શાંતિપૂર્વક, બંધારણીય રીતે ઉકેલી શકાય

અયોધ્યા, તા. ૫ : રામ મંદિર માટે ભૂમિપૂજન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. યોગી આદિત્યનાથે કહ્યું કે પાંચ સદી બાદ આજે ૧૩૫ કરોડ ભારતવાસીઓનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. દેશમાં લોકતાંત્રિક રીતથી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યોગીએ કહ્યુ કે આ ઘડીની પ્રતીક્ષામાં કેટલીય પેઢીઓ પસાર થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂઝબુઝ અને પ્રયાસોના કારણે આજે સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. અમે ત્રણ વર્ષ પહેલા અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. સીએમ યોગીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સંકલ્પ ૬ વર્ષ પહેલા લઈને ચાલ્યા હતા તે આજે પૂરો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની લોકતાંત્રિક શક્તિ અને અહીંની ન્યાયપાલિકાએ દુનિયાને બતાવી દીધુ છે કે વિવાદના મુદ્દાને શાંતિપૂર્વક, લોકતાંત્રિક અને બંધારણીય રીતે ઉકેલી શકાય છે.

          સીએમ યોગીએ કહ્યુ કે અવધપુરીનું જે ગૌરવપૂર્ણ સપનુ અમે જોયુ તેનો અહેસાસ આપને પણ થશે. આ માટે અમે જે દીપોત્સવ શરૂ કર્યો આજે તેની સિદ્ધિ થઈ રહી છે. સીએમ યોગીએ કહ્યુ કે મંદિર નિર્માણનુ કાર્ય રામ જન્મભૂમિ ન્યાસ કરશે પરંતુ આ અવધપુરીના ભૌતિક વિકાસ માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ. આ દરમિયાન અમે પ્રયત્ન કરીશુ કે આ નગરની સંસ્કૃતિ વારસાને અકબંધ રાખવામાં આવે. સીએમ યોગીએ કહ્યુ કે પીએમે અયોધ્યા માટે રામાયણ સર્કિટને મંજૂરી આપી અને આ બાદ અહીં અને આની આસપાસ તમામ ગતિવિધિઓ શરૂ થઈ. સીએમે કહ્યુ કે આજનો દિવસ અમારી માટે ભાવુકતા અને ઉત્સાહનો દિવસ છે. આ દિવસ એટલા માટે મહત્વનો છે કે આજે સંઘ પ્રમુખ પણ અહીં આવ્યા છે. સીએમે આ અવસર પર તમામ ધર્માચાર્યો અને સંતો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

(12:00 am IST)