Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અમેરીકા કાશ્મીરની ઘટના અંગે નજર રાખી રહયું છે....

આર્ટીકલ ૩૭૦માં ફેરફારો અંગે અમેરીકાનું પ્રથમ નિવેદનઃ પાકિસ્તાનનું નામ લેવાનું ટાળ્યું: શાંતિ-સ્થિરતાની અપીલ

આર્ટિકલ ૩૭૦માં ફેરફાર અને જમ્મુ-કાશ્મીર રાજયનું બે કેન્દ્ર શાસિત પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વિભાજન કરવાના ભારતના નિર્ણય પર દુનિયાભરના દેશો શાંત રહ્યા હતા. જોકે, અમેરિકાએ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. અમેરિકાએ ભારતના આ નિર્ણય પર નજર રાખવાની વાત કરી છે. જોકે, રસપ્રદ વાત એ છે કે અમેરિકાએ તેના આખા નિવેદનમાં કયાંય પાકિસ્તાનના નામનો ઉલ્લેખ પણ કર્યો નથી.

 અમેરિકાએ સોમવારે કહ્યુ કે તે ભારત સરકાર દ્વારા આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના દ્યટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. સાથે જ તેમણે તમામ સાથી પક્ષોને નિયંત્રણ રેખા પર શાંતિ તેમજ સ્થિરતા જાળવી રાખવાની અપીલ કરી છે.

  અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોર્ગન ઓર્ટાગસે પાકિસ્તાનનું નામ લીધા વગર પીટીઆઈ ભાષાને કહ્યું કે, ''અમે નિયંત્રણ રેખા પર તમામ પક્ષકારોને શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટેની અપીલ કરીએ છીએ.'' જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ''અમે જમ્મુ-કાશ્મીરની દ્યટનાને ખૂબ જ નજીકથી જોઈ રહ્યા છીએ. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવો તેમજ રાજયને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દેવાના ભારતના પગલાની અમે નોંધ લીધી છે. '' 

 ભારતનો આંતરિક મામલોવિદેશ મંત્રીના પ્રવકતાએ એવું પણ કહ્યં કે, જમ્મુ-કાશ્મીરમાં કાર્યવાહી ભારતનો આંતરિક મામલો છે. જોકે, તેમણે જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંદ્યન બાબતે ચિંતા વ્યકત કરી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોર્ગન ઓર્ટાગસે કહ્યુ કે, ''અમે દ્યરપકડના (જમ્મુ-કાશ્મીરમાં) સમાચાર પર ચિંતિત છીએ, સાથે જ અમે માનવાધિકારોનાં સન્માન અને પીડિતા લોકો સાથે વાતચીત કરવાની અપીલ કરીએ છીએ.''

 નોંધનીય છે કે આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પોતાના અમેરિકન પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની અપીલ કરી હતી. જે બાદમાં ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે પીએમ મોદીએ પણ તેમને આવી વાત કરી હતી. જોકે, બાદમાં ભારતે કાશ્મીર મુદ્દે અમેરિકાની મધ્યસ્થતા ફગાવી દેતા ટ્રમ્પના દાવાને ખોટો ગણાવ્યો હતો.

(3:44 pm IST)