Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

કાશ્મીરમાં પ્લોટ ખરીદવા અંગે સોશ્યલ મીડિયામાં મેસજોએ રમઝટ બોલાવી :જમ્મુ-અનંતનાગ શ્રીનગરમાં કેટલી છે પ્રોપર્ટીની કિંમત ??

પ્લોટનું કનાલ મુજબ વેચાણ :કાશ્મીરમાં માપ દર્શાવતું નામ કનાલ ;8 કેનાલ એટલે એક એકર :પોર્ટલ પર માહિતી ઉપલબ્ધ

નવી દિલ્હી ;કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કશ્મીરના પુનગર્ઠન કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા છે કલમ 370 હટાવી દીધા બાદ કાશ્મીરમાં અન્ય રાજ્યના કોઇપણ વ્યક્તિ અહીં જમીન ખરીદી શકે છે. પહેલા માત્ર કાશ્મીરમાં રહેતા લોકો જ જમીન ખરીદી અને વહેચી શકતા હતા. હવે બિલ પાસ થતા સોશિયલ મીડિયા પર પ્લોટ ખરીદવાને લઇને ભારે મેસેજ વાયરલ થયા હતા.ત્યારે કાશ્મીરના  રિયલ એસ્ટેટનું શું ગણિત જાણવું રસપ્રદ બનશે

    રિયલ એસ્ટેટના વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોથી શ્રીનગરમાં આવાસીય પ્રોપર્ટીની માગ ખૂબ જ વધી છે. મકાન, પ્લોટ, વિલા, ફાર્મ હાઉસ, કોમર્શિયલ દુકાનોને લઇને ખાસ રુચી દેખાડવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રીનગરમાં દરેક વર્ગના ખરીદાર માટે પ્રોપર્ટીના વિકલ્પો રહેલા છે.

    શ્રીનગર જિલ્લા પ્રશાસનના પોર્ટલ પર 2019-20 માટે શહેરી પ્લોટની માર્કેટ વેલ્યૂને લઇને એક સર્ક્યૂલર જાહેર કરવામાં આવી ચૂક્યો છે. આ સર્ક્યૂલર પ્રમાણે શ્રીનગર જિલ્લાના વિભિન્ન ભાગમાં વિભિન્ન રીતે પ્રોપર્ટીને લઇને માર્કેટ વેલ્યૂનો હિસાબ આપવામાં આવ્યો છે. જેમ કે શ્રીનગરની ઉત્તર તહસીલના શાલીમારમાં કિંમત આ પ્રમાણે છે.

    જમ્મુ કાશ્મીરમાં આવાસીય પ્લોટની માર્કેટ વેલ્યૂ 52.50 લાખ રૂપિયા પ્રતિ કનાલ (કનાલ એ કાશ્મીરમાં માપ દર્શાવવાનું નામ છે, 8 કનાલ = 1 એકર) છે, જ્યારે કોમર્શિયલ માટે 97 લાખ રૂપિયા પ્રતિ કનાલ છે. આવી જ રીતે ઉત્તર તહસીલમાં ગ્રામીણ પ્લોટ માટે માર્કેટ વેલ્યૂ સેદપુરામાં આવાસીય માટે 15.75 લાખ રૂપિયા પ્રતિ કનાલ અને કોમર્શિયલ માટે 17.85 લાખ રૂપિયા પ્રતિ કનાલ છે.
 જમ્મુ તથા કાશ્મીરના દરેક જિલ્લા પ્રશાશનનું એક અલગ પોર્ટલ છે, જ્યાં આ પ્રકારનો સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. અનંતનાગમાં 2018-19 માટે શહેરી પ્લોટની માર્કેટ વેલ્યૂ સંબંધી સર્ક્યૂલર છે, જેમાં અલગ અલગ કોલોની હિસાબે કિંમત દર્શાવામાં આવી છે. ઉદાહરણ તરીકે પહલગામ નગર પાલિકા પ્રમાણે પહલગામ લોઅર ફ્રંટ સાઇટ પર રેઝિડેન્શિયલ પ્લોટની માર્કેટ વેલ્યૂ 81.20 લાખ પ્રતિ કનાલ છે. જ્યારે કોમર્શિયલની 92 લાખ પ્રતિ કનાલ છે.

   જમ્મુના સબ ડિવિઝન અખનુરમાં ગ્રામીણ વિસ્તારોમાં જમીનોની કિંમત સંબંધી સર્ક્યૂલર પોર્ટલ પર છે. જેમાં અખનુર ખાસના ગ્રામીણ વિસ્તારમાં એક રેસિડેન્શિયલ પ્લોટની માર્કેટ વેલ્યૂ 24.71 લાખ રૂપિયા પ્રતિ કનાલ સુધી છે અને કોમર્શિયલની 36.85 લાખ રૂપિયા કનાલ સુધી. વિસ્તારથી જમ્મુ કાશ્મીર રાજ્યના જિલ્લાની કિંમત જાણવા માટે તમે સંબંધિત જિલ્લા પ્રશાસનની વેબસાઇટ પર ચેક કરી શકો છો.

ગત વર્ષ કરતાં વધી છે કિંમતઆ સર્ક્યૂલરમાં જિલ્લાવાર આ જણાવવામાં આવેલી જમીનની કિંમત ગત વર્ષ અથવા વર્ષોની તુલનામાં કેટલો ફરક આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે શ્રીનગર જિલ્લા વેલ્યૂએશન સમિતિએ જાણ્યું કે વર્ષ 2018-19ની તુલનામાં આ વર્ષે જમીનની કિંમતમાં 5 ટકા સુધીનો વધારો થયો છે.

(12:00 am IST)