Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઈલાજ માટે મુંબઈ પહોંચ્યા લાલુ પ્રસાદ યાદવ

પટના એરપોર્ટ બહાર લાલુપ્રસાદના સમથકોની ભારે ભીડ :10મીએ જમીન અરજીની સુનાવણી

 

પટના :આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ સારવાર માટે ફરી મુંબઈ પહોંચ્યા છે,તેની સાથે આરજેડીના ધારાસભ્ય ભોલાસિંહ પણ સાથે ગયા છે,લાલુ યાદવ આજે બાઑપરે 2,10 કલાકે ગો એયરની ફ્લાઈટમાં મુંબઈ રવાના થયા હતા

   અત્રે ઉલ્લેખનીય છે કે ઘાસચારા કૌભાંડમાં સજા થયા બાદ લાલુ પ્રસાદ જેલમાં ગયા હતા ,રાંચી હાઇકોર્ટે તેને સ્વસ્થ્યના કારણોસર જમીન આપ્યા છે,મુંબઈમાં ફિસ્ટ્રૂલાના ઓપરેશન બાદ પટના પરત ગયેલા લાલુ પ્રસાદની સારવાર મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટયુટમાં ચાલે છે તેઓને  હાર્ટ અને કિડનીમાં તકલીફ છે

   લાલુ યાદવ પટના ઍરપોર્ટ પહોંચ્યા પહેલા સમર્થકોની ભારે ભીડ ત્યાં મોજુદ હતી સમર્થકો લાલુ યાદવી ઝલક મેળવવા ઉત્સુક હતા લાલુ યાદવને પોર્ટરની સુવિધાથી એરપોર્ટની અંદર લઇ જવાયા હતા

  લાલુ યાદવની તબિયતને જોતા તેની જમીનની મુદત સપ્તાહ માટે વધારી દેવાઈ હતી તેની જમીન અરજીની આગામી સુનાવણી 10 ઓગસ્ટ થશે

(12:24 am IST)