Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

કરુણાનિધીની હાલત ગંભીર :કાવેરી હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો

હોસ્પિટલ સૂત્રો મુજબ 94 વર્ષના કરુણાનિધિની નબ્જ (પલ્સ )ધીમા ચાલી રહ્યાં છે :ડોક્ટર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે ;કરુણાનિધિનાસી પુત્ર એમકે સ્ટાલિન હોસ્પિટલ પહોંચ્યા

  ચેન્નાઇ : તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના અધ્યક્ષ એમ,કરુણાનિધિ છેલ્લા દોઢ સપ્તાહથી ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા છે તાજા સમાચાર મુજબ તેની તબિયત ખુબ જ નાજુક બતાવાઈ રહી છે

  હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ 94 વર્ષના કરુણાનિધિની નબ્જ (પલ્સ ) ધીમા ચાલી રહ્યાં છે:ડોક્ટર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે કરુણાનિધિનાસી પુત્ર એમકે સ્ટાલિન હોસ્પિટલ પહોંચ્યા છે કનિમોઝી પણ ત્યાં મોજુદ છે તબિયત ખરાબ હોવાના કારણે તેઓના સમર્થકો આઘાતમાં છે કેટલાય સમર્થકો હોસ્પિટલ બહાર એકત્ર થયા છે

  દરમિયાન કરુણાનિધિના પુત્ર સ્ટાલીને સમર્થકોને સયંમ જાળવવા અપીલ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બ્લડ પ્રેશરમાં ઘટાડો થતા કરુણાનિધિને ગત 28મી જુલાઈથી કાવેરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે ત્યારબાદ તેને યુરીનરી ટ્રેકટ ઇન્ફેક્શનની ફરિયાદ થઇ હતી હાલત બગડતા તેને આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા 

(10:50 pm IST)