Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ગૌશાળાના રૂમમાં પૂરેલી ૧૮ ગાય ગુંગળાઇને મૃત્યુ પામી : અરેરાટી

કતલખાનામાંથી પણ ૧૦ ગાય મૃત હાલતમાં મળતા ત્રણની ધરપકડ

રાયપુર તા. ૬ : છત્તીસગઢના લાલોદા બજાર જિલ્લાના આ ગામમાં ગ્રામ પંચાયત સંચાલિત ગૌશાળામાં ગુંગળાઈ જવાથી ૧૮ ગાયના મોત નીપજતા હાહાકાર સર્જાયો હતો. મધ્યપ્રદેશના એક કતલખાનામાંથી ૧૦ મૃત ગાયો મળ્યા બાદ ત્રણની ધરપકડ કરાઈ હતી. છત્તીસગઢના રોહાસી ગામે ૧૮ મૃત ગાયોને દફનાવવાની ઘટનાની માહિતી મળતા વહીવટી તંત્રે તપાસ કરી હતી. સ્થાનિક અધિકારીએ જમાવ્યા મુજબ ગાયોને છેલ્લા કેટલાક દિવસથી એક રૂમમાં પૂરી રાખી હતી. રખડતી ગાયો પાકને નુકસાન કરતા હોવાથી તેને પકડીને ગૌશાળામાં લાવી એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી અને તે ગુંગળાઈને મૃત્યુ પામી હતી.

તપાસ કરતા આ ગાયોનો કોઈ માલિક સાથે આવ્યો ન હતો. મૃત ગાયોને ગ્રામજનો ટ્રેકટરમાં નાખી દફનાવવા જઈ રહ્યા હતા ત્યારે સ્થાનિક અધિકારીઓને તેની જાણ થઈ હતી.

દરેક ગાયોનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ દફનાવવામાં આવેલી સ્થાનિક વહીવટી તંત્રે આ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ છત્ત્।ીસગઢમાં ૨૦૦ ગાય ભૂખમરાથી મૃત્યુ પામી હોવાની ઘટના બની હતી.

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના ઇમલીપુરા ગામે એક કતલખાનામાંથી ૧૦ ગાય મૃત હાલતમાં મળતા ત્રણની ધરપકડ કરાઈ હતી. પોલીસે કતલખાનામાંથી ગૌમાંસ પણ કબજે લીધું હતું.

(3:35 pm IST)