Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

૯મીએ ઉપસભાપતિની ચૂંટણી : મોદી સરકારની અગ્નિ પરીક્ષા

શાસક - વિપક્ષ આમને - સામને : રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી નથી છતાં ઉમેદવાર મુકશે કોંગ્રેસ - બાકી વિપક્ષ પણ સંયુકત :રાજ્યસભામાં ૨૪૫ સભ્ય છેઃ ચૂંટણી જીતવા ૧૨૨નું સમર્થન જરૂરીઃ ભાજપ-એનડીએ પાસે ૧૦૫ સાંસદ અને ૬ અપક્ષો છેઃ જો કોંગ્રેસને બીજેડી સાથ આપે તો ૧૨૨ સભ્યો સુધી પહોંચી જાય

નવી દિલ્હી તા. ૬ : રાજ્યસભામાં ઉપસભાપતિના ચુંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ આજે સદનને જણાવ્યું કે, ૯ ઓગસ્ટે સવારે ૧૧ વાગ્યે ઉપસભાપતિ પદ માટે ચુંટણી થશે. આ પ્રકારના મોનસુન સત્ર પૂર્ણ થયાના એક દિવસ પહેલા રાજ્યસભાની ઉપસભાપતિની પસંદગી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના ઉપસભાપતિ પી.જે.કુરિયનનો કાર્યકાળ આ વર્ષના જુનના મહિનામાં પૂર્ણ થશે. રાજ્યસભાના સભાપતિએ આ મોનસુન સત્રમાં ચુંટણી કરાવાનું એલાન કર્યું છે. સત્ર ૧૦ ઓગસ્ટે સમાપ્ત થઇ રહ્યું છે. એવામાં ઉપસભાપતિની ચુંટણી માટે ૯ ઓગસ્ટનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

ઉચ્ચ સદનમાં ભાજપની પાસે બહુમત ન હોવા છતાં પક્ષ વિપક્ષને વોકઓવર આપવાના મુડમાં નથી છતાં તેના ભાજપ રાજ્યસભાના આ પદ માટે પોતાની દાવેદારી રજુ કરશે. બીજી બાજુ તેને રોકવા માટે કોંગ્રેસ બાકી વિપક્ષ સાથે મળીને સંયુકત ઉમેદવાર ઉતારવારનું મન બનાવી રહી છે.

ભાજપ તરફથી મળતા અહેવાલો મુજબ ભાજપ ઉપાધ્યક્ષ અને રાજ્યસભામાં પક્ષના નેતા પ્રસન્ના આચાર્યને ઉપસભાપતિ માટે મેદાનમાં ઉતારવામાં આવશે. રાજ્યસભામાં ૨૪૫ સભ્ય છે એવામાં રાજ્યસભાની ઉપસભાપતિની ચુંટણી જીતવા માટે ૧૨૨ સભ્યોના સમર્થનની જરૂરીયાત હશે.

બીજેપીને રોકવા માટે કોંગ્રેસ સહિત વિપક્ષે દરેકની સંમતિથી ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. ભાજપને માત આપવા માટે કોંગ્રેસ વિપક્ષના કોઇપણ ઉમેદવારને સમર્થન કરે શકે છે તેના માટે સંયુકત વિપક્ષ અરજી કરવા માટે વિચારી રહ્યું છે.

બીજેડી અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક વિપક્ષના સંયુકત ઉમેદવારને સ્વીકાર કરવા માટે તૈયાર છે. જોકે નવીન પટનાયક તેના પક્ષના ઉમેદવાર માટે વિપક્ષનું સમર્થન મેળવવાના પ્રયત્નોમાં પણ છે. એવામાં બીજેડીનું વલણ આ ચુંટણીમાં શું હશે તે વાતનું સમજવું મુશ્કેલ છે.

ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનની પાસે રાજ્યસભામાં ૧૦૫ સાંસદ છે અને છ નિર્દલીય છે જ્યારે અનેક સાંસદો પાસેથી અપેક્ષા છે કે તેઓ ગઠબંધનની મદદ કરશે. બીજીબાજુ કોંગ્રેસને દક્ષિણ ભારતની બંને પક્ષ પાસેથી આશા છે. બીજેડી કોંગ્રેસની સાથે આવે છે તો ૧૨૨નો બહુમતના આંકડા સુધી વિપક્ષ સરળતાથી પહોંચી જશે.

તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની પાર્ટી ટીઆરએસના ૬ રાજ્યસભા સભ્ય છે આ ઉપરાંત વાઇએસઆરસીપીના બે સભ્ય છે. જોકે ટીઆરએસે ઉપભાસપતિની ચૂંટણીમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

(3:32 pm IST)