Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

તમે તમારી દીકરીને દેહ વ્યવસાયના ધંધામાં ધકેલશો?: દેહ વ્યવસાય કાયદેસર કરવા બાબતે પુછાયેલા પ્રશ્ન વિરુદ્ધ દિલ્હી મહિલા આયોગ ચેર પર્સન સ્વાતિ માલીવાલનો આક્રોશ

ન્યુદિલ્હી: દિલ્હી મહિલા આયોગ ચેર પર્સન સ્વાતિ  માલિવાલે તાજેતરમાં દેહ વ્યવસાયને કાયદેસર કરવા બાબતે પુછાયેલા પ્રશ્નના જવાબમાં આક્રોશ ઠાલવ્યો હતો. એક મુલાકાતમાં જ્યારે દિલ્હી મહિલા આયોગના ચેરપર્સનને દેહવ્યાપારને લીગલાઇઝ કરવા અંગેની વાત પુછાઈ ત્યારે ૩૧ વર્ષની આ યુવતી સ્વાતિ માલીવાલ ગુસ્સાથી લાલચોળ થઈ  ગઈ  હતી. સ્વાતિ માલીવાલે કહ્યંુ કે, જ્યારે હું ધંધો કરવા માંડીશ ત્યારે હું કહીશ કે દેહવ્યાપારના ધંધાને લીગલાઇઝ કરો.  આ નિવેદન પાછળ દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલની વેદના ડોકાતી હતી. સ્વાતિ માલીવાલે આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, જ્યારે હું ધંધો નથી કરી શકતી, હું એક દિવસમાં ૩૦ લોકો સાથે સૂઈ નથી શકતી તો હું કેવી રીતે આશા રાખું કે બીજી મહિલાઓ પણ આવું કરે? આપણે તો જોબ કરવી છે, આપણા પરિવારનાં લોકોને  સારાં કામોમાં લગાવવાં છે, જેમની પાસે પૈસા છે તે લોકોને કોઈ મુશ્કેલી વેઠવી નથી.  ઓફિસમાં જવું છે, સીઈઓ બનવું છે અને જે લોકો ગરીબ છે એ લોકોને તમારે વેશ્યાવૃત્તિમાં ધકેલવાં છે અને કહેવું છે કે, આ પણ એક કામ છે અને એટલે તેને લીગલાઇઝ કરવું જોઈએ! દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે સ્વાતિ માલીવાલે જલદ પ્રશ્નો ઉઠાવતાં કહ્યંુ હતું કે, જે લોકો વેશ્યાવૃત્તિને કાયદાકીય પ્રોટેક્શન આપવાની વાત કરી રહ્યાં છે તે લોકોને મારે પૂછવું છે કે, શું તમે તમારી દીકરીને ધંધાવાળી બનાવશો? જો તમે તમારી દીકરીને આ આવા ધંધામાં મોકલવા માગતા નથી તો ગરીબની દીકરીઓ આવો ધંધો શું કામ કરે? શું કામ જીબી રોડ પર કામ કરે? તેવો આક્રોશ ઠાલવ્યો હતો.

(12:21 pm IST)