Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

જંતર-મંતરથી ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલ : મોદીને માત આપવા કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન' તૈયાર

૨૦૧૯ની ચૂંટણી કોંગ્રેસ ગઠબંધનના ફોર્મ્યુલા હેઠળ લડશે

નવી દિલ્હી તા. ૬ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે ૪ ઓગસ્ટનો દિવસ ઘણો વ્યસ્ત રહ્યો. દિવસમાં રાહુલે જયાં કોંગ્રેસના કોર સભ્યો એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યૂસી)ને સંબોધિત કર્યા, જયારે શનિવારે સાંજે તેઓ જંતર-મતર જઈ પહોંચ્યા. અહી તેમને વિપક્ષ નેતાઓ સાથે મંચ શેર કર્યો અને મીણબતી સળગાવીને વિપક્ષી એકતાને તિકાત્મક રૂપથી રોશન કરી.

સંકેત સ્પષ્ટ હતા- ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટે બ્યૂગલ વાગી ચૂકયો છે. કોંગ્રેસે બીજેપીના વિજય રથને રોકવા માટે કમર કસી લીધી છે. વડાધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માટે કોંગ્રેસે ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયારી કરી લીધી છે. વિપક્ષી એકતાના આધાર પર કોંગ્રેસ દેશમાં પોતાનો માહો બનાવવાના યત્નમાં લાગી ગઈ છે.

કોંગ્રેસે પોતાની કાર્ય કમિટીની બેઠકમાં સ્પષ્ટ કરી દીધું છે કે, પાર્ટી ગઠબંધનને લઈને ખુબ જ ગંભીર છે. જેથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધનના ફોર્મૂલા હેઠળ જ મેદાનમાં ઉતરસે, એવામાં વિપક્ષી ગઠબંધનને વ્યવસ્થિત રૂપ અને અતૂટ બળ આપવા માટે કોંગ્રેસે જમીની સ્તર પર કામ શરૂ કરી દીધું છે.

કોંગ્રેસ અધ્યક્ષના રૂપ પર પદભાર સંભાળ્યા પછી તરત જ રાહુલ ગાંધીએ ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે પોતાની થમ સીડબ્લ્યુસી બેઠક કરી હતી. જોકે, ત્યારે સીડબ્લ્યુસીની પુનઃરચના થઈ નહતી. તે બેઠકની અધ્યક્ષતા કરતાં રાહુલે પાર્ટી સંગઠનને પુનૅંરચના પર જોર આપ્યું હતું. રાહુલે પાર્ટીની દેશ કોંગ્રેસ કમિટીઓમાં સુધાર, નવી ટીમોની રચના, પાર્ટીમાં નવા ચહેરાઓની એન્ટ્રી, પાર્ટી કેડર વચ્ચે અનુશાસન અને દર બે મહિને એક વખત સીડબ્લ્યૂસીની બેઠક આયોજિત કરવાની વકાલત કરી હતી. રાહુલનું માનવું હતું કે, પાર્ટીની રણનીતિ અને સંગઠનમાં પરિવર્તન કરીને જ વડાધાન નરેન્દ્ર મોદી અને બીજેપીને ભાવી રીતે ટક્કર આપી શકાય છે.

૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે સીડબ્યૂસીની પોતાની થમ બેઠકમાં રાહુલે કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે, કોંગ્રેસ કાર્ય કમિટીની બેઠકને સંસ્થાગત બનાવવામાં આવે. મારા ખ્યાલ માણે CWCની બેઠક દર મહિને એક વખત થવી જોઈએ, જેની તારીખ આપણે નક્કી કરી લેવી જોઈએ. દરેક ૨ મહિનામાં સ્વાભાવિક રૂપથી કાર્યકારી કમિટીના સભ્યોને મુલાકાત કરવી જોઈએ. જેથી અમને ખબર પડી શકે કે, શું કરવું માંગીએ છીએ અને દેશ શું અનુભવી રહ્યું છે.

પરંતુ આ વર્ષે અંતમાં રાજસ્થાન, મધ્યદેશ અને છત્તીસગઢમાં થનાર વિધાનસભા ઈલેકશન અને ૨૦૧૯ના લોકસભા ઈલેકશનની ગંભીરતાને નજર સમક્ષ રાખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે એક વખત ફરીથી રિપીટ કર્યું કે, CWCની સભ્યોને નિયમિત રીતે મળવું જોઈએ. તેમને CWCની ભૂતકાળની બેઠકોમાંથી બહાર આવવા પર જોર આપ્યું, રાહુલે કહ્યું કે, સીડબ્લ્યૂસીની બેઠક દર એક મહિને અથવા બે મહિનામાં એક વખત ફરજિયાત થવી જોઈએ. બેઠકમાં દેશના મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. તેનાથી પાર્ટીને ચોક્કસ રીતે રાજકીય નિર્ણય લેવામાં મદદ મળશે. પાછળથી તે મુદ્દાઓ અને નિર્ણય પર પાર્ટી આગળ જઈને કામ કરશે.

શનિવારે થયેલ કોંગ્રેસ કાર્ય કમિટીની બેઠકમાં આમ તો રાફેલ ડીલમાં કથિત ભષ્ટ્રાચાર, બેન્કિંગ, કૌભાંડ અને દેશમાં વધતી બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. જો કે, બેઠકનો મુખ્ય એજન્ડો ગઠબંધન હતો. બેઠક દરમિાન ખાસ રીતે તે વાત પર ચર્ચા થઈ કે, બીજેપી વિરોધી અને સમાન વિચારધારાવાળા રાજનૈતિક પાર્ટીઓ સાથે મજબૂત ગઠબંધન કેવી રીતે કરવામાં આવે.

શુક્રવારે કોંગ્રેસ પાર્ટીના એક ટોચના સુત્રએ જોર આપીને કહ્યું હતું કે, જો કોંગ્રેસ ગઠબંધન નામની ગેમ વ્યવસ્થિત રીતે રમી જાય તો, નરેન્દ્ર મોદીને બીજી વખત વડાધાન બનવાની તક મળવી મુશ્કેલ થઈ જશે.

કોંગ્રેસના સૂત્રોએ તે પણ કહ્યું હતું કે, બીજેપી-આરએસએસ સાથે ટક્કર લેવા માટે પાર્ટીએ ખાસ રણનીતિ બનાવી છે. જે હેઠળ કોંગ્રેસ બધા વિપક્ષી દળો સાથે મંચ શેર કરશે. તે ઉપરાંત બીજેપી-આરએસએસના ગઠબંધન વિરૂદ્ઘ વિપક્ષ ગઠબંધન કરીને પોતાની એકતા દર્શાવીને વધુ એક ભૂમિકા ભજવશે.

કોંગ્રેસ પાર્ટી નીચે આવી રહેલ અર્થવ્યવસ્થા, બેરોજગારી, અને ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દાઓ પર સંસદમાં અને સંસદ બહાર મોટા ાયે આંદોલન કરવા ઈચ્છે છે. જો કે, હાલમાં સરકાર વિરોધી આંદોલન ઉભું કરવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતા ચોક્કસ રીતે એક પ્લાન બનાવશે આંદોલનની આ બ્લૂન્ટિને બનાવવામાં પાર્ટીના મહાસચિવ, રાજય અને જિલ્લા એકમના સભ્યોના વરિષ્ઠ નેતાઓની મદદ મળશે.

કોંગ્રેસના મીડિયા વકતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઈચ્છે છે કે, આપણી પાર્ટીના કાર્યકર્તા અને સંસદ અને સંસંદ બહાર આ મુદ્દાઓને મોટા પાયે ઉઠાવો, જયારે અમારા સાંસદ તે મુદ્દાઓ પર સંસદને ગુંજવશે. અમે સરકારને જવાબ આપવા માટે મજબૂર કરી દઈશું.(૨૧.૯)

(11:59 am IST)