Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

પેટ્રોલના ભાવ બે મહિનાની ટોચેઃ ડિઝલ પણ આસમાને

ક્રુડના ભાવમાં વધારો તથા ડોલર સામે રૂપિયો નબળો પડતા પેટ્રોલ-ડિઝલ ફરી મોંઘાઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૬.૯૭ તથા ડિઝલનો ભાવ ૬૮.૪૪ થયો

નવી દિલ્હી, તા. ૬ : પેટ્રોલ અને ડિઝલના ભાવ વધવાનો સિલસિલો ચાલુ જ છે. છેલ્લા ૪ દિવસથી એકધારા વધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવ ફરી વધવા લાગ્યા છે. આ સિવાય ડોલર સામે રૂપિયો નબળો પડતા તેની અસર પણ ઇંધણના ભાવ પર જોવા મળી રહી છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ૧ર થી ૧૩ પૈસાનો વધારો થયો છે. આજે દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલનો ભાવ ૭૬.૯૭ રૂપિયા પ્રતિ લીટર છે જે ૯ જૂન બાદ સૌથી વધુ ભાવ છે. કોલકતામાં આજે પેટ્રોલનો ભાવ ૭૯.૮૯ રૂપિયા છે. મુંબઇમાં પેટ્રોલ ૮૪.૪૧ પર તો ચેન્નાઇમાં ૭૯.૯૬ પર પહોંચી ગયો છે.

ડીઝલના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. દિલ્હીમાં ૧ લીટર ડીઝલનો ભાવ ૬૮.૪૪ રૂ. થયો છે. જયારે કોલકતામાં ૭૧.રર, મુંબઇમાં ૭ર.૬૬ અને ચેન્નાઇમાં ૭ર.ર૯ રૂ. પ્રતિ લીટર રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડનો ભાવ વધી રહ્યો છે તો ડોલર સામે રૂપિયો પણ ઘસાઇ રહ્યો છે જેની અસર પેટ્રોલ-ડિઝલ પર પડી છે.(૮.૬)

(10:59 am IST)