Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

35-A અંગે સુનાવણી : કાશ્મીર બંધ : અટકી અમરનાથ યાત્રા

સમગ્ર દેશની નજર સુપ્રિમ કોર્ટ ભણી : ૩૫-એના સમર્થનમાં આંશિક હડતાલ - રેલીઃ કલમ 35-A - કલમ ૩૭૦નો જ ભાગ છે : કલમને કારણે બીજા રાજ્યોનો કોઇ પણ નાગરિક જમ્મુ - કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતો નથી : કાયમી રહી શકતો નથી

નવી દિલ્હી તા. ૬ : કાશ્મીરમાં સક્રિય અલગાવવાદી સંગઠન જોઇન્ટ રેસિસ્ટન્સ લીડરશીપ (જેઆરએલ) દ્વારા ઘાટીમાં બે દિવસ રવિવાર અને સોમવારે બંધની જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ સમગ્ર કેસમાં દાખલ એક પીઆઇએલની સુનાવણી સોમવારે કરવાની છે. આ સ્થિતિ વચ્ચે સોમવારે પણ કાશ્મીરમાં બંધ પાળવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સંગઠનને કાશ્મીરના બાર અસોસિએશન, ટ્રાન્સપોર્ટ અને વ્યાપારી સંગઠનોનો પણ ટેકો છે. સૈયદ અલી શાહ ગીલાની, મિર્વાઇઝ ઉમર ફારુક અને મોહમ્મદ યાસીન મલિક સહીતના ભડકાઉ અલગાવવાદીઓએ કાશ્મીરમાં હાલ આતંકનો માહોલ ઉભો કર્યો છે. અને આર્ટિકલ ૩૫-એનો સુપ્રીમ કોર્ટ કોઇ ચુકાદો આપે તે પહેલા જ દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો છે.

હાલની સ્થિતિ જોતા રાજયમાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહથી કાશ્મીરમાં અલગાવવાદીઓ, મેહબુબાના પીડીપી, અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સ સહીતના પક્ષો પણ સ્થાનિક કાશ્મીરીઓને ભડકાવી રહ્યા છે અને આર્ટિકલ ૩૫-એના સમર્થનમાં રેલીઓ કાઢી રહ્યા છે.

બીજી તરફ હિંસા ન ફાટી નીકળે અમરનાથ યાત્રીકોને કોઇ નુકસાન ન થાય તે હેતુથી બંધના પગલે અમરનાથ યાત્રાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જયારે ઘાટીમાં ટ્રેન સેવાને હાલ પુરતી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

બે દિવસ માટે કોઇ ટ્રેનની અવરજવર રાજયમાં નહીં થાય. બીજી તરફ એજન્સીઓએ ચેતવણી આપી છે કે જો કાશ્મીર સાથે સંકળાયેલા બંધારણના આર્ટિકલ ૩૫-એને હટાવવામા આવ્યો તો તેની વીપરીત અસર કાશ્મીરમાં થઇ શકે છે. એટલુ જ નહીં પોલીસ બળવો પણ થઇ શકે છે. રાજયના ડીજીપી વૈદ્યએ જણાવ્યું હતું કે આશા છે કે સુપ્રીમ કોર્ટ હાલ આ આર્ટિકલ ૩૫-એ અંગે કોઇ ચુકાદો નહીં આપે.

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૫એ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સુીમ કોર્ટમાં આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ આર્ટિકલને હટાવાનો વિરોધ કરી રહેલા અલગાવવાદીયો ના આહ્વાન પર રવિવાર રવિવારે કાશ્મીર ઘાટી પૂર્ણ રીત બંધ રહી. અલગાવવાદીઓએ બંધનું એલાન આપ્યું છે.

જમ્મૂના કેટલાક વિસ્તારોમાં રવિવારે આ આર્ટિકલને હટાવવાની માગ સાથે પણ દર્શન કરવામાં આવ્યું હતું. રાજય સરકારે આ મામલે સુનવણી સ્થગિત કરવા માટે શુક્રવારે સુીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અલગાવવાદીઓએ આપેલા બંધના પગલે બેસ કેમ્પથી અમરનાથ યાત્રીઓના જથ્થાને બે દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. જયારે ઘાટીમાં બનિહાલ થી બારામુલા વચ્ચેની રેલ સેવાને પણ બે દિવસ સુધી રોકી દેવામાં આવી છે.

આર્ટીકલ 35A ૧૯૫૪માં આપેલા રાષ્ટ્રપતિના આદેશને સંવિધાનમાં સામેલ કરે લ હતો જે જમ્મૂ-કાશ્મીરના સ્થાનિક લોકોને વિશેશ દરજ્જો દાન કરે છે.

જમ્મુ કશ્મીરને બે કલમ ધારા 35A અને ધારા ૩૭૦ના આધારે વિશેષ રાજયનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ મામલે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

જેમાં ધારા 35A મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઈ શકે છે. જોકે અલગાવવાદીઓ સુનવણીને સ્થગિત કરવાના યાસો કરી રહ્યાં છે. જેથી સુનવણી પહેલા જમ્મુ કશમીરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધના પગલે અમરનાથ યાત્રાને પણ સ્થગિત કરવામાં આવી છે.

આર્ટિકલ ૩૫એ શું છે અને કેમ વિવાદ થઇ રહ્યો છે?

આર્ટિકલ ૩૫એ કાશ્મીરના નાગરીકોને વિશેષ અધિકારો આપે છે. જે લોકો બિનકાશ્મીરી છે તેઓને કાશ્મીરમાં જમીનની ખરીદી કરતા કે તેના પર અધિકાર જમાવતા રોકે છે. બિન કાશ્મીરીઓને કાશ્મીરમાં કાયમી વસવાટ કરવાનો પણ અધિકાર નથી. એટલુ જ નહીં જે લોકો કાશ્મીરી નથી તેવાને સરકારી નોકરીએ રાખતા પણ સરકારને આ આર્ટિકલ રોકે છે. જોકે બંધારણની રચના થઇ ત્યારે આ આર્ટિકલનો સમાવેશ નહોતો કરાયો પણ બાદમાં ૧૯૫૪માં રાષ્ટ્રપતિના આદેશથી આ આર્ટિકલ ઉમેરવામાં આવ્યો હતો. આ આર્ટિકલને લઇને હાલ સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિના આદેશથી આર્ટિકલ ૩૫-એનો ઉમેરો કરવામાં આવ્યો હતો, બંધારણમાં કોઇ જ સુધારો નહોતો કરવામાં આવ્યો. તેથી આ આર્ટિકલ હવે ગેરબંધારણીય છે કેમ કે કાયદા મુજબ બંધારણમાં સુધારા બાદ જ તેનો ઉમેરો કરી શકાય છે.

ઓકટોબર-નવેમ્બરમાં કાશ્મીર પ્રશ્ને કંઇ '' મોટુ'' બનવા જઇ રહેલ છે? જી પ્રધાનો 'ઇશારો' પાકિસ્તાનની નવી સરકાર મોટો ઘડાકો કરે તો

નવાઇ નહિઃ ભેદી હિલચાલ?

નવી દિલ્હીઃ  જાણીતા ડેટા સાયન્ટીસ્ટ ડો.જી પ્રધાન ટવીટ કરી કહે છે કે પાકિસ્તાનનો સતાવાર પક્ષ પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ (પીટીઆઇ) અને ઇમરાનખાન કાશ્મીર સંઘર્ષ અંગે કોઇક મોટો નિર્ણય લેશે. તેમણે થોભો અને રાહ જુવોનું કહયું છે. કાંઇક મોટાપાયે રંધાઇ રહયાનું તેઓ માને છે. ડોે. જી પ્રધાન બીજા એક ટવીટમાં કહે છે કે ઓકટોબર-નવેમ્બર ૨૦૧૮માં ખાસ જમ્મુ-કાશ્મીર ઉપર નજર રાખજો કંઇક મોટુ બની રહયું છે. આ અંગે અત્યારે કંઇ જ કહેવું  શકય નથી. બંધારણની કલમ ૩૫ જો, ૩૭૦ હિન્દુ મુખ્યમંત્રી કંઇપણ બની શકે છે. પાકિસ્તાન પણ કોઇ મોટો નિર્ણય જાહેર કરી શકે છે.

(11:57 am IST)