Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જમ્મુ-કાશ્મીરના પાટણ વિસ્તારમાંથી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ જેવી વસ્તુ મળી આવી

જોઈન્ટ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વસ્તુનું તપાસ શરૂ કરાઈ : માર્ગ પરનો વાહન વ્યવહાર આંશિક રીતે બંધ કરી બંધ કરી દેવાયો

બારામુલ્લા તા.06 : જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગર-બારામુલ્લા હાઈવેના પાટણ વિસ્તારમાં સુરક્ષા દળોને શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. આ શંકાસ્પદ વસ્તુ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ હોવાની હાલ સેનાને શંકા છે. જેને લઈ જોઈન્ટ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ શંકાસ્પદ વસ્તુમાં કોઈ વિસ્ફોટક છે કે, કેમ તે જાણવાનો પ્રયાસ હાલ જોઈન્ટ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલ માર્ગ પરનો વાહન વ્યવહાર આંશિક રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. અને આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમને પાટણમાં શંકાસ્પદ વસ્તુ મળી આવતા વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ વસ્તુ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ જેવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને 18 જૂનના રોજ, સુરક્ષા દળોએ કુપવાડા જિલ્લાના લંગેટ વિસ્તારમાં રસ્તાના કિનારે એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ કબજે કર્યું હતું. બાદમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 28 એપ્રિલના રોજ, જમ્મુની બહારના ભાગમાં હાઇવે પર શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યું હતું. બાદમાં IEDને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.

(12:14 am IST)