Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

અમેરિકાની ગલિયો સતત બીજા દિવસે લોહિયાળ થઈ ! : આરોપીઓ દ્વારા ખુલ્લેઆમ ફાયરિંગ કરાયું

સોમવારે શિકાગોમાં થયેલા ગોળીબાર બાદ બીજા દિવસે ઈન્ડિયાનાના ગેરીમાં પાર્ટી દરમિયાન ફાયરિંગ થયું હોવાના અહેવાલ

નવી દિલ્લી તા.04 : અમેરિકામાં દિવસેને દિવસે કાયદો અને વ્યવાસ્થાની સ્થિતિ કથળતી જતી જોવા મળી રહી છે. આમેરિકામાં સતત બીજા દિવસે ફયારિંગ થઈ હોવાના અહેવાલો હાલ સામે આવ્યા છે. જેમાં શિકાગોમાં થયેલા ગોળીબાર બાદ બીજા દિવસે ઈન્ડિયાનાના ગેરીમાં પાર્ટી દરમિયાન ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 લોકોના મોત થયા હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે.

અમેરિકામાં બીજા દિવસે પણ ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. સોમવારે શિકાગોમાં થયેલા ગોળીબાર બાદ મંગળવારે ઈન્ડિયાનાના ગેરીમાં પાર્ટી દરમિયાન ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં ગોળીબારની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં આવા અનેક ગોળીબાર થયા છે, જેમાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, જો આપણે ફક્ત 2022 ની વાત કરીએ તો, ફાયરિંગની ઘણી ઘટનાઓ બની છે અને તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય  છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ગોળીબારની કેટલી ઘટનાઓ બની છે અને ફાયરિંગમાં 12 થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાઓ અને તેમાં થયેલા મૃત્યુ પરથી અમેરિકામાં ગન કલ્ચરની અસર અને અમેરિકાની શાંતિ પર તેની કેવી અસર થઈ રહી છે તેનો ખ્યાલ લગાવી શકાય છે.

ગન વાયોલન્સ આર્કાઈવ (GVI) અનુસાર, 2022માં જ યુએસમાં 309 ગોળીબારની ઘટનાઓ સામે આવી છે. હાઇલેન્ડના ભાગમાં થયેલું ગોળીબાર આ પ્રકારની 15મી મોટી ઘટના છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને રજા દરમિયાન સપ્તાહના અંતે બનેલી આવી 11મી ઘટના છે. અગાઉ ટેક્સાસમાં પણ શાળાને નિશાન બનાવવામાં આવી હતી. GVIના આંકડા દર્શાવે છે કે, દેશભરમાં લગભગ 10,072 લોકો શસ્ત્રોના કારણે મૃત્યુ પામ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 1968થી 2017 વચ્ચે અમેરિકામાં ગોળીબારમાં લગભગ 15 લાખ લોકોના મોત થયા છે.

(10:43 pm IST)