Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

બ્રિટનમાં વડાપ્રધાન બોરિસ જોન્સનની સરકારના વધુ ૬ મંત્રીઓએ રાજીનામાં ફગાવ્યા

વિપક્ષોએ બોરીસ જોન્સન ના રાજીનામાની માંગણી કરી: ઘેરી રાજકીય કટોકટી

બ્રિટનમાં વડાપ્રધાન બોરિસ જોન્સનની સરકારના વધુ ૬ મંત્રીઓએ રાજીનામાં ફગાવ્યા છે જેમાં સંસ્કૃતિ મંત્રી જુલિયા લોપેઝ, બિઝનેસ મિનિસ્ટર લી રાઉલી, એજ્યુકેશન મિનિસ્ટર એલેક્સ બર્ગર્ટ, નીલ ઓ'બ્રાયન, કેમી બેડેનોચ અને મિમ્સ ડેવિસનો સમાવેશ થાય છે.


 મીમ્સ ડેવિસ રોજગાર મંત્રી હતા.  રાજીનામું આપતા તેમણે કહ્યું કે કન્ઝર્વેટિવ પાર્ટીને નવી શરૂઆતની જરૂર છે અને મને આ સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી.

 યુકેમાં રાજીનામું આપનારાઓની કુલ સંખ્યા ૨૭ થઈ ગઈ છે.  જેમાં ૨ કેબિનેટ મંત્રીઓ, ૧૩ મંત્રીઓ, ૯ સંસદીય ખાનગી સચિવો અને ૩ અન્ય પદાધિકારીઓનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન બોરિસ જોન્સનની સરકારમાં આ કટોકટી ત્યારે ઊભી થઈ જ્યારે મંગળવારે બે કેબિનેટ પ્રધાનોએ રાજીનામું આપ્યું.  તેમાં નાણા મંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદ સામેલ હતા.  તેમણે પીએમ બોરિસની દેશ ચલાવવાની ક્ષમતા પર સવાલ ઉઠાવતા રાજીનામું આપ્યું છે.
 બ્રિટનમાં આ કટોકટી એક કૌભાંડથી ઉદભવે છે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે વડા પ્રધાન બોરિસ જોન્સનની નજીકના સાંસદ સામેલ છે.
 તે જ સમયે, વિપક્ષે બોરિસ જોન્સનના રાજીનામાની માંગ કરી છે.  આ માંગ એવા સમયે આવી છે જ્યારે તેમની સરકારને અવિશ્વાસની દરખાસ્તનો સામનો કર્યાને એક મહિનો પણ થયો નથી જેમાં તેમની જ પાર્ટીના ૪૧% સાંસદોએ તેમની વિરૂદ્ધ મતદાન કર્યું હતું.
વિપક્ષોએ બોરીસ જોન્સન ના રાજીનામાની માંગણી કરી: ઘેરી રાજકીય કટોકટી

 

(9:01 pm IST)