Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

બ્રિટનના વધુ બે મંત્રીઓના રાજીનામાથી સરકાર મુશ્કેલીમાં

રાજીનામા બાદ બ્રિટનમાં સંકટ ઘેરાયું : જ્હોન ગ્લેન અને વિક્ટોરિયા અટકિન્સે પણ રાજીનામું આપ્યા, બ્રિટિશ પીએમ પર પદ છોડવાનું દબાણ વધ્યું

લંડન, તા.૬ :બ્રિટનમાં બોરિસ જોનસનની સરકાર પર કાળા વાદળ છવાઈ રહ્યા છે ગઈ કાલે નાણામંત્રી અને આરોગ્યમંત્રીના 'નારાજી'નામા બાદ બુધવારે વધુ બે મંત્રીઓએ રાજીનામાં ધરી દીધા છે. અહેવાલ અનુસાર જ્હોન ગ્લેન અને વિક્ટોરિયા અટકિન્સે પણ રાજીનામું આપ્યું છે.

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી સાજિદ જાવેદએ મંગળવારે વડાપ્રધાન બોરિસ જોનસનની સરકારને સંકટમાં મૂકતા રાજીનામું આપી દીધું છે. સુનકે તેના પત્રમાં કહ્યું હતું કે, તેઓ સરકાર છોડવાથી દુઃખી હતા પરંતુ તે નિષ્કર્ષ પર આવ્યા છે કે, અમે આ રીતે ચાલુ રાખી નહીં રાખી શકીએ. ઋષિ સુનકે પોતાના ત્યાગ પત્રમાં જણાવ્યું હતું કે,જનતા યોગ્ય રીતે અપેક્ષા રાખે છે કે, સરકાર યોગ્ય રીતે સક્ષમ અને ગંભીરતાથી ચલાવવામાં આવશે. હું માનુ છું કે, આ મારું છેલ્લું મંત્રી પદ હોઈ શકે છે પરંતુ મારું માનવું છે કે, આ ધોરણો માટે લડવું યોગ્ય છે અને તેથી જ હું રાજીનામું આપી રહ્યો છું.

બ્રિટનમાં બોરિસ જોનસનની સરકાર હાલમાં દિવસોમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે.

નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી સાદિજ જાવિદે રાજીનામું આપી દીધું હતું. આ બંનેને પીએમ જોનસનના અંગત માનવામાં આવતા હતા. ત્યારબાદ પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પર પણ પદ છોડવાનું દબાણ વધી ગયું છે.

બોરિસ જોનસન સરકારના આ રાજીનામાને લઈને લેબર પાર્ટીના વિપક્ષ નેતા કીર સ્ટર્મરે કહ્યું કે, તેઓ ચૂંટણીનું સ્વાગત કરશે કારણ કે, દેશમાં સરકાર બદલવાની જરૃર છે. આગામી ચૂંટણી ૨૦૨૪માં છે પરંતુ બોરિસ જોનસન ઈચ્છે તો તે પહેલા પણ થઈ શકે છે. લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર એડ ડેવેયે કહ્યું કે, આ સરકાર ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ રહી છે. તેમણે બોરિસ જોનસનને પદનો ત્યાગ કરવા માટે કહ્યું છે. સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર અને જીદ્ગઁ નેતા નિકોલા સ્ટર્જને કહ્યું છે કે, બોરિસ જોનસનેને હવે વડાપ્રધાન પદ છોડી દેવું જોઈએ.

 

(8:07 pm IST)