Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વૃદ્ધાશ્રમોની દેખરેખ માટે મદ્રાસ હાઈકોર્ટે માર્ગદર્શિકા બહાર પાડી : નોંધણી ફરજિયાત બનાવવા તેમજ વરિષ્ઠ નાગરિકો માટે ફરિયાદ સેલનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો : વૃદ્ધાશ્રમોના સંચાલનને સંપૂર્ણ રીતે વ્યાપારી પ્રવૃત્તિ ગણી શકાય નહીં

ચેન્નાઇ : મદ્રાસ હાઈકોર્ટે ગયા અઠવાડિયે ખાનગી ટ્રસ્ટ સંચાલિત સહિતના તમામ વૃદ્ધાશ્રમોના નિયમન માટે રાજ્ય સરકારને તેના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાને લગતી માર્ગદર્શિકા જારી કરી હતી. જે મુજબ વૃદ્ધાશ્રમની નોંધણી ફરજિયાત બનાવવા તેમજ વરિષ્ઠ નાગરિકો માટે ફરિયાદ સેલનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. [એસ કૃષ્ણમૂર્તિ વિ ડૉ. મણિવાસન]

જસ્ટિસ આર મહાદેવન અને જે સત્ય નારાયણ પ્રસાદની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે સમાજ તેના સૌથી વધુ સંવેદનશીલ લોકો સાથે કેવી રીતે વર્તે છે. તે બાબત સમાજનું માપ છે. વૃદ્ધાશ્રમોના સંચાલનને સંપૂર્ણ રીતે વ્યાપારી પ્રવૃત્તિ ગણી શકાય નહીં કે જેમાં રાજ્ય દ્વારા કોઈ નિયંત્રણ અથવા નિયમન ન હોય. એક સમાજ તરીકે, વડીલોની અપેક્ષાને માપવામાં નિષ્ફળ ગયા છીએ તેવું બેન્ચે જણાવ્યું હતું.

અદાલતે જાહેર હિતની અરજી (PIL) પિટિશનમાં અગાઉ જારી કરેલા નિર્દેશો, જેના અનુસંધાને જારી કરાયેલા સરકારી આદેશો (GOs) નું પાલન કરવામાં આવતું નથી, એવો દાવો કરતી અવમાનની અરજીની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો.

તેથી, અદાલતે માર્ગદર્શિકા જારી કરી હતી જે મુજબ રાજ્ય સરકાર રાજ્યની અંદરના તમામ વૃદ્ધાશ્રમોનું નિરીક્ષણ કરવા અને ગવર્નમેન્ટ ઓર્ડરની ભાવનાના અમલીકરણને સુનિશ્ચિત કરવા પગલાં લેશે, જેને હવે સમર્થન આપવામાં આવ્યું છે.

નિરીક્ષણ પછી, રાજ્ય સરકાર સરકાર સૂચનાનું પાલન કરવા માટે વૃદ્ધાશ્રમ/નિવૃત્તિ ગૃહોના સંચાલકોને નિર્દેશો જારી કરી શકે છે અને ખામીઓ, જો કોઈ હોય તો, તેને સુધારવા જણાવી શકે છે. રાજ્ય સરકાર વૃદ્ધો માટે પોષણક્ષમ ખોરાક , સ્વચ્છતા , મનોરંજન, ધાર્મિક પ્રવૃત્તિઓ,અને તબીબી જરૂરિયાતો, જેમ કે ખોરાક, ચોવીસ કલાક સુરક્ષા, સ્વચ્છ પીવાનું પાણી, એમ્બ્યુલન્સ સેવાઓ, તબીબી સંભાળ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પગલાં લેશે.

ઉલ્લેખનીય છે કે કોર્ટે નિવૃત્તિ ગૃહોની નોંધણી પણ ફરજિયાત બનાવી છે અને સરકારને વરિષ્ઠ નાગરિકો માટે ફરિયાદ સેલ જાળવવા જણાવ્યું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:38 pm IST)