Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પાકિસ્‍તાનના બલુચિસ્‍તાનમાં ભારે વરસાદે આતંક સર્જયો : ૨૫ના મોત : ૨૦૦થી વધુ ઘર તૂટી પડયા

પાકિસ્‍તાનના બલુચિસ્‍તાન પ્રાંતમાં સતત વરસાદ ચાલુ છે. ભારે વરસાદમાં ૨૫ના મોત થયા છે અને ૨૦૦૦થી વધુ જાનવરોના મોત નિપજ્‍યા છે. સોમવારથી બલુચિસ્‍તાનના જુદા જુદા જિલ્લાઓમાં તોફાની પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. જેને કારણે જળ સપાટી અચાનક વધવા લાગી અને નીચાણ વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા. વરસાદમાં ૪૦થી વધુ ઘવાયા છે. દરમિયાન આજે બપોર પછી કરાંચીમાં મેઘગર્જના સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત સિંધ બલુચિસ્‍તાન, ઈસ્‍લામાબાદ પર્વતીય પંજાબ તથા ખૈબર પખ્‍તુનખ્‍વામાં આજે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ પહેલા લાહૌરમાં વાવાઝોડાના તોફાન અને ભારે વરસાદમાં એક જ પરિવારના ૫ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ૧૪ વર્ષનો એક માત્ર પુત્ર બચી ગયેલો હતો. પાકિસ્‍તાન હવામાન ખાતાના કહેવા મુજબ બલુચિસ્‍તાનના વિવિધ જીલ્લાઓમાં ગુરૂવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે.

(3:05 pm IST)