Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) રેલી : કેરળ હાઈકોર્ટે ઉશ્કેરણી જનક સૂત્રોચ્ચાર કરવા બદલ ધરપકડ કરાયેલા 31 લોકોને જામીન આપ્યા : તમામ અરજદારો ઓછામાં ઓછા 30 દિવસ કરતા વધુ સમયથી હિરાસતમાં છે : તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે : નામદાર કોર્ટનું મંતવ્ય

કેરળ : કેરળ હાઈકોર્ટે ગઈકાલ મંગળવારે આ વર્ષે મે મહિનામાં અલપ્પુઝા જિલ્લામાં યોજાયેલી રેલીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના 31કાર્યકરોને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓના કેરળ હાઈકોર્ટે ગઈકાલ મંગળવારે જામીન મંજુર કર્યા હતા. [અંસાર અને ઓ.આર.એસ. v કેરળ રાજ્ય]

એક સગીર છોકરો રેલી દરમિયાન ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી રહ્યો છે અને એક પુખ્ત વ્યક્તિના ખભા પર બેસીને અમુક ધાર્મિક જૂથોના વિનાશની ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જસ્ટિસ બેચુ કુરિયન થોમસે અભિપ્રાય આપ્યો હતો કે આરોપીઓ સામેના આરોપો ગંભીર હોવા છતાં, જેલવાસની અવધિ અને તપાસના તબક્કાને ધ્યાનમાં રાખીને તેમને શરતો સાથે જામીન આપી શકાય છે.

"અરજીકર્તાઓ સામેના આક્ષેપો ગંભીર છે. એક સગીર છોકરાનો ઉપયોગ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા માટે કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. આરોપોની ગંભીર પ્રકૃતિ હોવા છતાં, અરજદારોને 24.05.2022 થી અટકાયતમાં રાખવામાં આવ્યા છે, જ્યારે છેલ્લી ધરપકડ  04.06.2022 ના રોજ કરવામાં આવી હતી. આમ તમામ અરજદારો ઓછામાં ઓછા 30 દિવસથી વધુ સમયથી  અટકાયતમાં છે. જ્યાં સુધી અરજદારોને સંબંધ છે ત્યાં સુધી તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. બે આરોપી હોવા છતાં, અરજદારોની સતત અટકાયતથી આગળનો કોઈ હેતુ પૂરો થશે નહીં. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું.

આ મુદ્દો 'જન મહા સંમેલન' રેલી સાથે સંબંધિત છે જે PFI દ્વારા 21 મે, 2022 ના રોજ અલાપ્પુઝા જિલ્લામાં યોજવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)