Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

આસામના ભયાનક પુર પાછળ માનવ હાથ: બરાક નદીના કાંઠા ઉપર ગાબડા પાડવામાં આવ્યા: જેના લીધે આસામ સહિત સિલચર શહેરમાં ભારે પાણી ફરી વળ્યા:

૨૪ મેના રોજ વોટર રિસોર્સીસ ડિપાર્ટમેન્ટે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. સિલચર શહેરથી ત્રણ કિલોમીટર દૂર બેઠુંકન્ડી ખાતે સમાજ વિરોધી તત્વોએ નદીના કાંઠે ગાબડા પાડ્યા હતા જેનાથી બરાક નદીના પાણી સિલચર શહેરમાં ફરી વળેલ: મીઠું હુસેન લશ્કર, કાબુલ ખાન, નાઝીર હુસૈન લશ્કર અને રીપન ખાન સહિત પાંચની ધરપકડ: લાખો લોકો બેઘર બન્યા: લાખો કાચા-પાકા મકાનો તૂટી પડ્યા: ૨૦૦ જેટલા મૃત્યુ થયા: અનેક લાપત્તા: છેલ્લા ૨૪ કલાકમાં બે બાળકો સહિત વધુ ચાર મોત: હાલમાં ૧૦૨૪ ગામડાઓ પાણી હેઠળ છે અને ૨૯૭૮૧ હેક્ટરમાં ઉભો પાક નાશ પામ્યો છે: હેમંત બિશવા સરકાર ૧૫ જિલ્લામાં  ૩૮૩ રાહત કેમ્પો ચલાવી રહેલ છે. 

 

(11:36 am IST)