Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સારા આચરણ ધરાવતા વૃદ્ધ અને વિકલાંગ કેદીઓને મુક્‍ત કરવામાં આવશે

આઝાદીનો અમૃત મહોત્‍સવઃ ગૃહ મંત્રાલયની યોજના : ગરીબ કેદીઓને દંડમાંથી મળશે મુક્‍તિઃ બળાત્‍કાર આતંકવાદ અને દહેજ મળત્‍યુના કેસમાં કોઈ છૂટ નથી

નવી દિલ્‍હી, તા.૬: સરકાર ૫૦ વર્ષથી વધુ ઉંમરના મહિલા અને ટ્રાન્‍સજેન્‍ડર કેદીઓની સજાને તબક્કાવાર રીતે ઘટાડવાની યોજના બનાવી રહી છે જેઓ સારી રીતે વર્તે છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના એવા પુરૂષ અને વિકલાંગ કેદીઓને પણ આ યોજનાનો લાભ મળશે જેમણે અડધીથી વધુ સજા પૂરી કરી હોય. જે ગરીબ કેદીઓ સજા પૂર્ણ કરી ચૂકયા છે પરંતુ ભંડોળની અછતને કારણે દંડ ન ભરતા જેલમાં છે તેમને દંડમાંથી મુક્‍તિનો લાભ આપવામાં આવશે.

ગળહ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, આ પગલું ‘આઝાદી કા અમળત મહોત્‍સવ' હેઠળ લેવામાં આવશે. આ યોજના એવા કેદીઓને લાગુ પડશે નહીં જેમને મળત્‍યુ અથવા આજીવન કેદની સજા થઈ હોય અથવા જેઓ પર બળાત્‍કાર, આતંકવાદ, દહેજ મળત્‍યુ અને મની લોન્‍ડરિંગનો આરોપ હોય.

માનવ તસ્‍કરીના દોષિતો સિવાય એક્‍સપ્‍લોઝિવ એક્‍ટ, નેશનલ સિકયુરિટી એક્‍ટ, ઓફિશિયલ સિક્રેટ એક્‍ટ અને એન્‍ટિ-હાઈજેકિંગ એક્‍ટ હેઠળ દોષિત ઠરેલા લોકોને આ છૂટ આપવામાં આવશે નહીં. મંત્રાલયે જણાવ્‍યું હતું કે ૧૮ થી ૨૧ વર્ષની વય વચ્‍ચેનો ગુનો કરનાર કેદીઓએ અડધી સજા ભોગવી હોય તેવા કેદીઓ માટે પણ વિશેષ છૂટ પર વિચાર કરવામાં આવશે.

સત્તાવાર આંકડાઓ અનુસાર દેશની જેલોમાં વધુ કેદીઓ છે. જેલોમાં ૪.૧૪ લાખ કેદીઓ રાખવાની ક્ષમતા છે, જ્‍યારે ૨૦૨૦ સુધીમાં ૪.૮૮ લાખ કેદીઓ હતા. આમાં લગભગ એક લાખ મહિલાઓ સામેલ છે.

ગળહ મંત્રાલયે તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે પાત્રતાના માપદંડોને પૂર્ણ કરનારા કેદીઓને ત્રણ તબક્કામાં ૧૫ ઓગસ્‍ટ ૨૦૨૨, ૨૬ જાન્‍યુઆરી ૨૦૨૩ અને ૧૫ ઓગસ્‍ટ ૨૦૨૩ના રોજ મુક્‍ત કરી શકાય છે. સિવિલ એડમિનિસ્‍ટ્રેશન અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓની બનેલી રાજ્‍ય સ્‍તરીય સમિતિ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા પછી કેદીઓને મુક્‍ત કરવા પર વિચાર કરવો જોઈએ.

(10:26 am IST)