Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

શ્રીનગરમાં લાગ્યો અડધો દરબારઃ આ વખતે બંને રાજધાનિયોમાં ખુલ્યુ છે નાગરિક સચિવાલય

જમ્મુઃ  ગ્રીસ્મકાલિન રાજધાની શ્રીનગરમાં આજથી સરકારનો અડધો દરબાર લાગી ગયો એલજી ગીરીશચંદ્ર મુર્મુ, મુખ્યસચિવ સુબ્રમણ્યમ અને પોલિસ મહાનિદેશક ઉપરાંત પ્રશાસનિક સચિવ હવે શ્રીનગરથી જ કામકાજ સંભાળશે કોરોનાને લઇ પ્રશાસનિક સચિવોને રોટેશનના આધાર પર જમ્મુ અને શ્રીનગર બંને સચિવાલયોમાં સમય આવપા કહેવાયુ છે.

કોરોનાના કારણે દરબાર શિફટ કરવામાં બે મહિનાનો વિલંબ થયો છે નવી ફોર્મ્યુલા પ્રમાણે જમ્મુ અને શ્રીનગર બંને જગ્યાઓ પર સચિવાલય ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે ૧૯ પ્રશાસનિક વિભાગ કાશ્મીરથી અને ૧૮ જમ્મુથી કાર્યરત રહેશે જોકે છેલ્લા ૧૪૮ વર્ષની પરંપરાને આ વખતે કોરોનાએ તોડેલ છે. પ્રથમ વખત આવુ બન્યુ છે બંને રાજધાની શહેરોમા નાગરિક સચિવાલય કાર્યકરે છે. દરબાર મુવ માટે બંને રાજધાનિયોમા સ્થાયી  વ્યવસ્થા કરવા પર અબજો :પિયા ખર્ચ થઇ ચૂકયા છે. જમ્મુ-કાશ્મીરમાં દરબાર મુવની શ:આત મહારાજા રણવીરસિંહએ કરેલી.

(10:23 pm IST)