Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

કોરોનાના અંતનો થશે આરંભ?

વેકિસનનો ઉપયોગ કરવાની ભારત સરકાર કરી શકે છે શરૂઆત

નવી દિલ્હી,તા.૬ : કોરોના વૈશ્વિક મહા બીમારીની દવા શોધવામાં ભારત આગળ વધી રહ્યું છે અને હવે આ બીમારીની દવા શોધી લીધા  બાદ મનુષ્ય પર તેનો ઉપયોગ કરવાની  ભારત સરકાર ટૂંક સમયમાં પરવાનગી આપી  શકીએ એવી વકી છે. આ સાથે આ વૈશ્વિક મહાબીમારીના અંતની શરૂઆત ગણવામાં આવી રહી છે કે હેદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડે આઇસીએમઆર,  કોવિડ-૧૯  વેકિસન કેન્ડીડેટ કોવેકિસન અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી)ના સહયોગથી આ દવા બનાવવામાં આવી છે જેને ડગ કન્ટ્રોલર જનરલ ઓંફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) પાસેથી મનુષ્યો પર ટ્રાયલ કરવાની પરવાનગી પ્રાપ્ત થઈ ચૂકી છે.

કોવેકિસન વિશે વાત કરતાં મંત્રાલયે કહ્યું કે 'ભારત બાયો ટેકનિકની કોવેકિસન ભારતના દર્દીઓને આઇસોલેટ કરવામાં વાપરવામાં આવશે. કોરોના વાઈરસને નાબૂદ કરવા આ દવા શોધવામાં આવી છે. આ ઉપરાંત કેડિલા હેલ્થકેર લિમિટેડની કંપની ઝાયડસે આ દવાનો ઉપયોગ માણસો પર કરવાની પરવાનગી મળી હોવાની વાત સ્વીકારી હતી. વિશ્વમાં હાલના તબક્કે ૧૪૦ માંથી માત્ર૧૧ જ દવાનો ઉપયોગ માણસ ઉપર કરવાની પરવાનગી મેળવી ચૂકી છે.

(4:17 pm IST)