Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

તિરૂવનંતપુરમાં ત્રીપલ લોકડાઉન

કેરળના તિરુવનંતપુરમમાં કોરોના વાયરસના વધારે મામલા સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં તિરુવનંતપુરમમાં  આજે સવારે ૬ વાગ્યથી ટ્રિપલ લોકડાઉન લાગુ થઈ ગયું છે, જે એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. ટ્રિપલ લોકડાઉન દરમિયાન પોલીસકર્મી વાહનોનું કડક ચેકિંગ કરી રહ્યા છે.

 કેરળના પર્યટન મંત્રી કે, સુરેદ્રને કહ્યું હતું કે, તિરુવનંતપુરમ જિલ્લો કોરોનાના સક્રિય જવાળામુખી પર બેઠો છે અને સંક્રમણનો સામૂહિક પ્રસાર નહીં થાય તે વાતની કોઈ ગેરંટી નથી. 

તિરુવનંતપુરમમાં કોરોનાવાયરસના ૨૮૪ મામલા સામે આવી ચુકયા છે, જેમાંથી ૧૦૭ એકિટવ કેસ છે અને ૧૭૨ લોકો સાજા થઈ ગયા છે. જયારે ૫ લોકોના મોત થયા છે.સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, કેરળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫,૪૨૯ પર પહોંચી છે. ૨૫ લોકોના મોત થયા છે અને હાલ ૨૨૩૦ એકિટવ કેસ છે. ૩,૧૭૪ લોકો સાજા થઈ ગયા છે.

(4:04 pm IST)